
અમિતકુમાર ઉપાધ્યાય-અરવલ્લી
અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક વિસ્તારો નજીક તેમજ ખેતરોમાં ખુલ્લા પાણીના કુવા ઠેર ઠેર જોવા મળે છે અનેક લોકો અકસ્માતે ખુલ્લા કુવા ખાબકી મોત ને ભેટ્યા હોય એવી અનેક ઘટનાઓ ચોપડે નોંધાઈ ચુકી છે વર્ષો અગાઉ નળ કનેક્શન સુવિધા ઉપલબદ્ધ ન હતી ત્યારે ગામની વચ્ચે અને રહેણાંક વિસ્તારોમાં રોજિંદા વપરાશ માટે પાણી મળી રહે તે માટે કુવા ખોદી પાણી મેળવવામાં આવતુ હતુ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુપણ કેટલાય કુવાઓ હયાત હોવાની સાથેસુરક્ષિત ન કરાતા લોકો માટે આકૃતરૂપ બની રહ્યા છે માલપુર ગામમાં રહેતા કનુભાઇ ચમાર નામનો 40 વર્ષીય યુવક
ઢોર ચરાવતા ચરાવતા કબ્રસ્તાન નજીક પહોંચ્યો હતો કબ્રસ્તાન નજીક રહેલા ખુલ્લા કુવામાં અગમ્ય કારણોસર યુવક ખાબકતા મોત નિપજતા ભારે ચકચાર મચી હતી યુવક કુવામાં ખાબકતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મૃતક યુવકની લાશને સ્થાનિક લોકોએ બહાર કાઢી હતી મૃતક યુવકના પરિવારજનો પર આભતૂટી પડતા ભારે આક્રંદ કરી મૂક્યું હતું માલપુર પોલીસને જાણકરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
