વસાહત મંડળ સેક્ટર 14 ખાતે નવા હોદ્દેદારોની વરણી


વસાહત મંડળ સેક્ટર 14 ખાતે સામાન્ય સભા કાંતિભાઈ પટેલ એડવોકેટ ના અધ્યક્ષ પદે મળી હતી જેમાં પૂર્વ પ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઈ વાઘેલા દ્વારા કરેલ કામગીરી નો અહેવાલ અને હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. જે સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા હતા જેઓની કામગીરી ધ્યાન માં લઈ સૌ સભ્યો એ નરેન્દ્ર ભાઈ વાઘેલા ને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત વર્ષ 2023 – 2024 ના વર્ષ માટે વ્યવસ્થા કમિટી ની નીચે મુજબ રચના કરવામાં આવી આ સભા માં પ્રમુખ તરીકે શ્રી વસંતભાઈ રાઠોડ, મહામંત્રી તરીકે સામાજિક કાર્યકર અને સાહિત્યકાર ડૉ ગુલાબ ચંદ પટેલ, સંગઠન મંત્રી તરીકે શ્રી કાંતિભાઈ પટેલ એડવોકેટ, કોષાધ્યક્ષ તરીકે શ્રી ઝીણાભાઈ વાઘેલા, ઉપ પ્રમુખ શ્રી બી ડી સોલંકી,. ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તદ્ ઉપરાંત કારોબારી સભ્ય તરીકે નીચે જણાવેલ સભ્યો ની વરણી કરવામાં આવી
1.નરોત્તમ કે પરમાર સહ મંત્રી
2.શ્રી રમણ એન સોલંકી સહ મંત્રી
3 શ્રી ધનજી ભાઈ એસ પરમાર સહમંત્રી ત્થા અન્ય વીસ જેટલા સભ્યો ની કારોબારી રચના કરવામાં આવી છે.

અંત માં પૂર્વ પ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઈ વાઘેલા નો સારી કામગીરી બદલ ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *