
અંધશ્રદ્ધાની મુકિ્ માટે સહિયારો પ્નયાસ જરૂરી… ડીવાય.એસ.પી. ઝાલા
- – જસદણ–વિંછીયા પંથકમાં વિજ્ઞાન જાથા અંધશ્રદ્ધા દૂર કરવાના કાર્યક્રમો આપશે.
- – ર૧ મી સદીમાં અંધશ્રદ્ધાના બનાવો દુ:ખદ… જયંત પંડયા.
- – પ્નયોગ નિદર્શન કરી શીખડાવી દેવામાં આવ્યા.
- – જાથાનો ૧૦૦ર૧ મો કાર્યક્રમ સફળતાથી સંપન્ન.
રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી, ગોંડલ વિભાગીય કચેરી તથા જસદણ પોલીસ સ્ટેશન ઉપક્રમે ગ્રામ્ય આગેવાનો, જાગૃતોમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. અંધશ્રદ્ધાની મુકિ્ માટે સહિયારો પ્નયત્ન જરૂરી ઉપરાંત જસદણ–વિંછીયા પંથકમાં લોકોમાં અંધશ્રદ્ધા દૂર થાય તે માટે જાથાના પ્નયાસોની માહિતી આપવામાં આવી હતી. જાથાનો ૧૦૦ર૧ મો કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટન ગોંડલ વિભાગીય કચેરીના ડીવાય.એસ.પી. કિશોરસિંહ ઝાલાએ કરી જણાવ્યું કે વર્તમાન સમયમાં વિંછીયાની દુ:ખદ ઘટના આઘાતજનક છે. પોતાના વિસ્તારમાં અંધશ્રદ્ધા દૂર થાય તે માટે સઘન પ્નયત્નો કરવામાં આવશે. પોલીસ સ્ટેશન લોકો વચ્ચે કામગીરી કરશે તેમાં જાથાનો સહયોગ લેવામાં આવશે. જાગૃતોની વિશાળ સંખ્યામાં હાજરીથી પ્નભાવિત થયો છું. જસદણ પોલીસ સ્ટેશનને અભિનંદન પાઠવ્યા હતા.
જસદણ પો. ઈન્સ. તપન જાનીએ સ્વાગત કરી કાર્યક્રમના હેતુમાં જણાવ્યું કે આ વિસ્તારમાં અંધશ્રદ્ધા વધુ જોવા મળે છે. પોલીસ પણ સમાજનું અંગ છે તેમ ફરજ સમજી સામુહિક મદદ મેળવી અંધશ્રદ્ધા દૂર કરવા કાર્યક્રમો આપવામાં આવશે. અમોને ગાંધીનગર ડી.જી.પી. ઓફિસ, આઈ.જી.પી. કચેરી, પોલીસ અધિક્ષકની સુચનાથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં વિજ્ઞાન જાથાએ સંમતિ આપતા આભાર વ્યક્ કરું છું.
જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ ઉદ્દબોધન સાથે પ્નશ્નોના જવાબ આપ્યા હતા તેમાં વિંછીયાની ઘટના હૃદયદ્રાવક છે. બે બાળકોની જીંદગી બદતર હાલત ન થાય તેની ચિંતા છે. માતા–પિતાની છત્રછાયા ગુમાવ્યા હોય તેવા સંતાનોની કથની અતિ કરૂણ હોય છે. બાળ ઉછેર કઠોર શ્રમ, અપમાનમાં વિતે છે. અમુક કિસ્સામાં પીડિત બાળકો જાથા સમક્ષ બોલ્યા છે કે અમારા મા–બાપ સાથે અમોને પણ લેતા ગયા હોત તો સારું હતું. આવા પીડિત બાળકોની વાત કરૂણાજનક હોય છે. બીજા પાસેના ઉછેરમાં તફાવત હોય તે સ્વાભાવિક છે. જેથી જસદણ–વિંછીયા પંથકમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે જાથા કાર્યક્રમો આપશે. એક મહિના પછી શેરી નાટક કરી લોકોને જાગૃત કરવામાં આવશે. જેનો પ્નારંભ વિંછીયા ખાતેથી શરૂ કરવામાં આવશે. આ વિસ્તારમાં અંધશ્રદ્ધાનું પ્નમાણ વધુ છે. ભુવાઓનું ગ્રામ્ય સ્તરે વર્ચસ્વ વધુ જોવા મળે છે. સહિયારો પુરુષાર્થ અને સાથ–સહકારથી અંધશ્રદ્ધા દૂર કરવાના પ્નયત્નો કરવામાં આવશે. ગામડાના પ્નશ્નો ઉકેલાય તે સંબંધી પણ કાર્યવાહી કરવામાં આવશે. જાથા અને પોલીસ સંયુકત કામગીરી કરશે.
જાથાના જયંત પંડયાએ પ્નશ્નના જવાબમાં જણાવ્યું કે દેશમાં મૃત્યુ પછી તુરંત શરીરના અવયવ દાન કરવામાં લોકો હિચકિચાટ અનુભવે છે. જુની વિચારસરણીનું વળગણ સાથે જાગૃતિનો અભાવ જોવા મળે છે. અવયવ દાન કરવાથી મૃત વ્યકિ્ જીવિતનો અહેસાસ થાય છે. ગામેગામ જનજાગૃતિ કેળવવાથી ભવિષ્યમાં પરિણામ આવશે તેવું જાથા આશવાદી છે. અવયવ દાન કરનારા પરિવારોનું સન્માન થવું જોઈએ સાથે વર્તમાનપત્રો મદદ કરે છે તેનું જાથા સાક્ષી છે. ભારતમાં અવયવ દાન કરનારા દાતાઓની સંખ્યા ઘણી ઓછી છે તેમાં અનેક કારણો છે. દર વષ્ર્ો આશરે ૩ લાખ ભારતીયોને કિડની નિષ્ફળ જવાની સમસ્યા નડે છે તેમાંથી માત્ર પ,૦૦૦ પાંચ હજાર દદીૃઓ પર જ પ્નત્યારોપણ થઈ શકે છે. રાજયમાં ચક્ષુદાન, દેહદાનની સંખ્યામાં નોંધપાત્ર જાગૃતિ જોવા મળે છે. અંગદાન કરનારાની જ્ઞાતિ, સમાજે કદર કરવાનો અવસર છે. જાથાએ જનજાગૃતિ મારફતે બિડુ ઝડપ્યું છે. વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારો, ભૂત, પ્નેત, પિતૃ, સુરાપુરા, ગ્રહ નડતર ઉપર વૈજ્ઞાનિક સમજ સાથે ધારદાર વકતવ્ય આપી જણાવ્યું કે કુદરતના દરબારમાં માનવી જ સર્વાંગ સમજ શકિ્, વિવેક બુદ્ધિશાળી પ્નાણી છે તેમાં પણ માણસ સિવાય કોઈ પ્નાણી ભગવાન, અલ્લાહની કલ્પના કરતું નથી. આજે અભણ કરતાં શિક્ષિતો વધુ અંધશ્રદ્ધાળુ જોવા મળે છે. વિજ્ઞાનનો ઉપભોગ કરનારા અંધશ્રદ્ધામાં રચ્યા–પચ્યા રહે છે. ગ્રહણો માત્ર ને માત્ર ખગોળીય ઘટના, ભૂમિતિની રમત માત્ર છે છતાં વર્ષો પૂર્વેનું વળગણ ચાલુ છે. અવકાશી ઘટનાને માનવજીવન સાથે સ્નાનસૂતક સંબંધ નથી, ગ્રહો કે ગ્રહણો માનવજીવનને અસરકર્તા નથી તેવું વિજ્ઞાને સાબિતી પુરાવા આપ્યા છે.
વૈજ્ઞાનિક પ્નયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ–ભસ્મ, લોહી નીકળવું, રૂપિયાનો વરસાદ, હાથ–માથા ઉપર દીવા રાખવા, નજરબંધી, બેડી તુટવી, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી, જીભની આરપાર ત્રિશુલ નાખવું વિગેરેનું નિદર્શન કરી સ્થળ ઉપર શીખડાવી દેવામાં આવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા પો.ઈન્સ. તપન જાનીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. નટવરગીરી કલ્યાણગીરી, એ.એસ.આઈ. ભુરાભાઈ હીરાભાઈ, હેડ કોન્સ્ટે. અરૂણભાઈ રામજીભાઈ, ધનજીભાઈ કુમરખાણીયા, રમેશભાઈ બોદર, દિનેશભાઈ વિરજીભાઈ, શૈલેષભાઈ દેવજીભાઈ, હેડ કોન્સ્ટે. ભારતીબેન ધીરૂભાઈ, પો. કોન્સ્ટે. ગીતાબેન દેવરાજભાઈ, સમગ્ર પોલીસ સ્ટાફે પ્નશંસનીય કામગીરી કરી હતી.
જાથાના વિનુભાઈ લોદરીયા, જે. ડી. ઢોલરીયા, સંજય સખીયા, જયસુખ રામાણી, કિશોર કાંગડીયા, ભયલુભાઈ ધાધલ, કિરીટભાઈ લોદરીયા, જયદીપભાઈ જોધાણી, યોગેશભાઈ સખીયા, અશ્વિનભાઈ તળાવીયા, રિતેશભાઈ ભાદાણી, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી અને રામભાઈ આહિરે પ્નયોગ નિદર્શનમાં ભાગ લીધો હતો.
