અંકલેશ્વર ના ભડકોદ્રા ગામ ની ટોકીઝ માં યુવતીઓએ 2 સ્ક્રીન પર “ધ કેરેલા સ્ટોરી” નિહાળી

અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા મલ્ટિપ્લેક્સ ખાતે 2 સ્ક્રીન પર ફિલ્મ નિહાળવા વિશેષ આયોજન કરાયું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર ના ભડકોદ્રા ગામની મલ્ટીપ્લેક્સ સિનેમા ખાતે અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન આરતીબેન પટેલ દ્વારા યુવતી ઓ માટે ભોજન સાથે 2 સ્ક્રીન પર વિના મુલ્યે “ધ કેરેલા સ્ટોરી” ફિલ્મ નિહાળવા આયોજન કરાયું હતું. લવ જેહાદ, ધર્માંતર અને આતંકવાદના મુદ્દે બનેલી ફિલ્મ ને દેશ ભરમાં ભારે પ્રતિસાદ મળી રહ્યો છે .

તથ્ય અને સત્ય ઘટના થી પ્રેરાઈને બનેલી ધ કેરેલા સ્ટોરી હાલ દેશ અને દુનિયામાં ભારે ચર્ચા જગાવી છે. ખાસ કરીને ધર્માંતર, લવ જેહાદ અને આતંકવાદ જેવા સંવેદનશીલ વિષયવસ્તુ સાથે બનેલી આ ફિલ્મ હાલ ખુબ ચર્ચા માં છે. ધર્માંતર ના મુદ્દે યુવતી ને જાગૃત કરવા ના ઉદ્દેશ સાથે અંકલેશ્વર – હાંસોટ મતવિસ્તાર ના ધારાસભ્ય ઈશ્વર સિંહ પટેલ અને જિલ્લા આરોગ્ય સમિતિ ના ચેરમેન આરતીબેન પટેલ દ્વારા યુવતીઓ માટે નિઃશુલ્ક ફિલ્મ નિહાળવા માટે રાગિણી મલ્ટીપ્લેક્સ ખાતે વિશેષ 2 સ્ક્રીન પર આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ એ ફિલ્મ નિહાળી હતી જે સાથે તેમના માટે ભોજનની પણ વ્યવસ્થા કરાઈ હતી. આ પ્રસંગે , તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદ પટેલ , તાલુકા પંચાયત સભ્ય રાકેશ પટેલ તથા તાલુકા ભાજપના પ્રમુખ નિતેન્દ્ર દેવધરા ભડકોદ્રા ગામના ડેપ્યુટી હિમાંશુ પટેલ ,તાલુકા યુવા મોરચા ના પ્રમુખ વૈકુંઠ પટેલ સહીત ભાજપ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ એ જણાવ્યું હતું કે જે પ્રમાણે યુવતી ને ભ્રમિત કરી ધર્માંતર કરાઈ છે અને તે બાદ તેમની સાથે શું થાય છે તે મુદ્દે બનેલી આ ફિલ્મ માં રહેલા તથ્ય વડે આપણે ધર્માંતર તેમજ લવ જેહાદ ના મુદ્દે આ ફિલ્મ બતાવી જાગૃત કરી શકાય એમ છે. ધર્માંતર બહુ સંવેદનશીલ બાબત છે. જે બાબતે જાગૃતિ જરૂરી છે. જે ઉદ્દેશ ને લઇ આ વિશેષ શો નું આયોજન કરાયું હતું

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM