માર્ચ સુધી તમામ બેંક એકાઉન્ટને આધાર સાથે જાેડવા જરૂરી, સરકારનો આદેશ

૩૧ માર્ચ, ૨૦૨૦ સુધી તમામ બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે જાેડી દેવામાં આવશે. નાણામંત્રી ર્નિમલા સીતારામણે તમામ બેંકોને આ આદેશ આપ્યાં છે. ર્નિમલા સીતારમણે કહ્ય્šં કે, જે ખાતાને પાન કાર્ડ સાથે લિંક કરવાની જરૂરત છે, તેમણે પણ આગામી ૩૧ માર્ચ સુધી પાન સાથે લિંક કરવાનું કામ પુરુ થઈ જવું જાેઈએ.ઈન્ડિયન બેંક એસોસિએશન સાથે વચ્ર્યૂઅલ બેઠકમાં નાણામંત્રીએ કહ્ય્šં કે, હજુ પણ એવા અનેક ખાતાઓ છે, જે આધાર સાથે લિંક નથી થયા. બેઠકમાં હાજર બેંકોના વરિષ્ઠ અધિકારીઓને સીતારમણે કહ્ય્šં કે, હવે બેંકોએ નક્કી કરવું જાેઈએ કે આગામી ૩૧ માર્ચ સુધી બેંકોના તમામ ખાતાઓ આધાર સાથે લિંક થવા જાેઈએ. જરૂરિયાત જણાતા ખાતાઓને પાન સાથે લિંક કરવાનું કામ પણ આજ મુદ્દતમાં પુરુ કરી લેવું જાેઈએ.નાણામંત્રીએ કહ્ય્šં કે, બેંકોએ રોકડ ચૂકવણીની જગ્યાએ પોતાના ગ્રાહકોને ડિજિટલ ચૂકવણી માટે પ્રોત્સાહિત કરવા જાેઈએ. બેંકોએ ડિજિટલ ચૂકવણીની ટેક્નિક અપનાવવી જાેઈએ અને યુપીઆઇથી ચૂકવણી સાથે તમામ ઉપાયોને ઉપયોગમાં લેવા જાેઈએ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *