ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા ના રથ નું અંકલેશ્વર આગમન

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા ના રથ નું અંકલેશ્વર ખાતે આગમન થતા ભાજપ ના આગેવાનો અને કાર્યકરો એ ભવ્ય સ્વાગત કર્યું હતું સાથે સાંસદ મનસુખભાઇ વસાવા ઉપસ્થિત રહ્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ની સરકારના નવ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નવ વર્ષ સેવા સુશાસન ગરીબ કલ્યાણ અંતર્ગત કરેલા કામોની વિગતોને જન જન સુધી પહોંચાડવા અંગે વિવિધ કાર્યક્રમો ભાજપ દ્વારા યોજવામાં આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ની સરકારના નવ વર્ષ સેવા સુશાસન ગરીબ કલ્યાણ અંતર્ગત કરેલા કામોની વિગતોને જન જન સુધી પહોંચાડવા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા ગુજરાતની 26 લોકસભામાં આવતી દરેક વિધાનસભા બેઠક મા બક્ષીપંચ મોરચા દ્વારા રથ દ્વારા જનસંપર્ક શરુ કર્યો છે આ બક્ષીપંચ મોરચા નો રથ નું અંકલેશ્વર શહેર માં આગમન થયું હતું અને ભાજપ કાર્યાલય ખાતે ભાજપ ના આગેવાનો અને કાર્યકરો એ ભવ્ય સ્વાગત કર્યું હતું ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા અંકલેશ્વર હાંસોટ વિધાનસભામાં હાસોટ અને અંકલેશ્વર શહેર ખાતે બક્ષીપંચ મોરચાના રથ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો.હતો અને ધારાસભ્ય કાર્યાલય ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યુંહતું


આ પ્રસંગે જિલ્લા મહામંત્રી વિનોદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ અનિલભાઈ રાણા , શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ, મહામંત્રી જીગ્નેશભાઈ,મિનેષભાઈ કારોબારી અધ્યક્ષ સંદીપભાઈ નગરપાલિકા પ્રમુખ વિનયભાઈ વસાવા તેમજ ચુંટાયેલા સભ્યો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *