ઉત્તર ગુજરાત ના ઇતિહાસ માં પ્રથમવાર વિશાળ કાવડયાત્રા નું આયોજન

આ વિશાળ કાવડયાત્રામાં જોડાવવા તમામ શિવભક્તોને આહવાન કરતા મહેસાણા જિલ્લામાં આગામી પવિત્ર શ્રાવણ માસમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શિવલિંગ પર જળાભિષેક નો કાર્યક્રમ રાખેલ છે. તેના માટે સિધ્ધપુર માં આવેલ કુંવારીક સરસ્વતી નદીમાંથી જળ કાવડ ભરવા માટે નું આયોજન કરેલ છે. તારીખ 12 /8 /2023 ને શનિવાર રોજ સાંજે 7:00 વાગે જળ લેવા પગપાળા જવાનું રાખેલ છે. સિધ્ધપુર થી રાત્રે ગીત ,સંગીત સાથે 31 કાવડમાં જળ ભરી વાજતે ગાજતે વિશાળ કાવડ યાત્રા આવશે. એક અંદાજ મુજબ હજારો લોકો તેમાં જોડાશે. કાવડ લેવા જોડાવવું હોય તે શિવ ભક્તો માટે દશરથભાઈ મહારાજ ના કહેવા અનુસાર ભક્તો મંદિરની ઓફિસમાં નામ નોંધાવવા ની રીતસરની પડાપડી કરી રહ્યા છે. ખુબ જ શ્રદ્ધામય વાતાવરણ બની રહ્યું છે. આવો કાર્યક્રમ મહેસાણા શહેરમાં સૌપ્રથમ વખત થઈ જવા રહ્યો છે.તેમને વધુ વિગત આપતા જણાવ્યું કે તે પવિત્ર જળ નો ઉપયોગ શ્રાવણ મહિનામાં દરરોજ શિવલિંગ ઉપર અભિષેક કરવા માટે થશે. જેથી શિવલિંગની પવિત્રતા જળવાઈ રહે. 150 કાવડયાત્રી ના નામ ની નોંધણી કરવાની છે. તેવું, મંદિર નું સંચાલન કરતા દક્ષેશ પટેલ દ્વારા જાણવામાં આવ્યું છે.તેમના કહેવા મુજબ તમામ તૈયારીઓના ભાગરૂપે દરેક ભાગ્યશાળી દાતાઓ મળેલ છે. કાવડયાત્રામાં જોડાતા લોકો પોતાની ધન્યતા નો અનુભવ કરી રહ્યા છે.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM