સ્વનિર્ભર અમરોલી કોલેજમાં બી.કોમ.-બી.બી.એ.ના વિદ્યાર્થીઆેમાટે ઇનામ વિતરણ કાર્યકર્મ યોજાયો.


જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ આેફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ આેફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ આેફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ આેફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૦૭-૦૮-૨૦૨૩ના રોજ બી.કોમ.અને બી.બી.એ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઆે પૈકી સેમેસ્ટર-૨, સેમેસ્ટર-૪ અને સેમેસ્ટર-૬માં યુનિવર્સિટીના પરિણામ મુજબ કોલેજ કક્ષાએ સૌથી વધુ ગુણ મેળવનાર ટોપ ૧૦ વિદ્યાર્થીઆે તેમજ એન.એસ.એસ., એન.સી.સી. અને સ્પોર્ટસ ના વિદ્યાર્થીઆે મળી કુલ ૨૮૦ વિદ્યાર્થીઆે માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી મીતેશ દુધાની,શ્રી કાનજીભાઇ ભાલાલા તેમજ જીવન જયોત ટ્રસ્ટ, અમરોલીના પ્રમુખશ્રી ભરતભાઇ શાહ,ઉપ પ્રમુખ ભાનુભાઇ શાહ,માનદ્‌મંત્રી શ્રી અશ્વિનભાઇ પટેલ, ટ્રસ્ટીશ્રી ગૌરાંગભાઇ દેસાઇ, મેમ્બરશ્રી મહેન્દ્રભાઇ સોલંકી હાજર રહયા હતા તેમજ જીવન જયોત ટ્રસ્ટ,અમરોલી સંચાલિત શાળાના આચાર્યો ઉપસ્થિત રહયા હતા જયારે વિદ્યાર્થીઆેને પ્રોત્સાહિત કરવા બી.કોમ. કો-આેર્ડિનેટર પ્રા. ધરીત નાયક, બી.બી.એ. કો-આેર્ડિનેટર ડાર્ૅ. સ્વાતિ મહેતા, બી.સી.એ. કો-આેર્ડિનેટર , જેૈમીન શુકલા, બી.સી.એ. વિંટર કો-આેર્ડિનેટર ડાર્ૅ.વિરલ પોલીસવાલા તેમજ સમગ્ર સ્ટાફ સભ્યો હાજર રહયા હતા. સૌ પ્રથમ દિપપ્રાગત્ય અને પ્રાથના થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શ્રી મીતેશ દુધાનીએ ત્ર્શઉચચસસ હ્મઅનતરઅ,શ્રી કાનજીભાઇ ભાલાલાએ આદર્શ વિદ્યાર્થી, પ્રેરણાત્મક વકતવ્ય રજુ કર્યુ હતું જયારે શ્રેષ્ટ ગુણ મેળવનાર વિદ્યાર્થીઆે પૈકી પ્રથમ,દ્વિતિય અને તૃતિય ક્રમે આવનાર વિદ્યાર્થીઆેને મહેમાનો ના હસ્તે ટ્રોફી તેમજ ટોપ ૧૦ વિદ્યાર્થીઆે અને એન.એસ.એસ., એન.સી.સી., સ્પોર્ટસ ના વિદ્યાર્થીઆેને ઇનામ રૂપી સ્મૃતિ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સંમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ.મુકેશભાઇ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા.ડાર્ૅ. ચક્ષુ શાહ અને શ્રી ભાવેશ પચ્ચીગરે સંચાલન કયુ હતુ. અંતે આભાર વિધી બી.કોમ. કો-આેર્ડિનેટર ધરીત નાયકે કરી હતી. અંતે રાષ્ટ્રગીત થી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *