અંકલેશ્વર માં રેવા કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસના અંતિમ સોમવાર ના રોજ પ્રથમ કાવડ યાત્રા યોજી

88 ભાઈઓ અને 14 બહેનો કાવડ લઇ વહેલી સવારે યાત્રા શરુ કરી બોરભાઠા નર્મદા કિનારે થી નર્મદા જળ લઇ આવી રસ્તા માં આવતા તમામ શિવ મંદિરો માં જળાભિષેક કર્યો = પૌરાણિક અંતરનાથ મહાદેવ ખાતે અંત માં જળાભિષેક કરી કાવડ યાત્રા સંપન્ન કરી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર માં રેવા કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસના અંતિમ સોમવાર ના રોજ પ્રથમ કાવડ યાત્રા યોજી હતી. 88 ભાઈઓ અને 14 બહેનો કાવડ લઇ વહેલી સવારે યાત્રા શરુ કરી બોરભાઠા નર્મદા કિનારે થી નર્મદા જળ લઇ આવી રસ્તા માં આવતા તમામ શિવ મંદિરો માં જળાભિષેક કર્યો હતો. પૌરાણિક અંતરનાથ મહાદેવ ખાતે અંત માં જળાભિષેક કરી કાવડ યાત્રા સંપન્ન કરી હતી. અંકલેશ્વર શહેર માં સૌ પ્રથમ વખત રેવા કાવડ યાત્રા સમિતિ દ્વારા કાવડ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ યાત્રા માં 88 જેટલા ભાઈઓ અને 14 બહેનો મળી કુલ 102 કાવડ યાત્રી ઓ એ યાત્રા વહેલી સવારે જલારામ મંદિર ભરૂચી નાકા થી શરુ કરી 5 કિમી ચાલી બોરભાઠા સ્થિત નર્મદા કિનારે થી માં નર્મદા નું જળ કાવડ માં ભરી યાત્રા ના બીજા ચરણ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બમ ભોલે ના નાદ સાથે કાવડ યાત્રિકો માર્ગમાં આવતા શિવ મંદિરો પર જળાભિષેક કરતા કરતા અંકલેશ્વર શહેરમાં પહોંચ્યા હતા જ્યાં અંકલેશ્વર નામ જેના પર થી આવ્યું છે તે અતિ પૌરાણિક મંદિર અંતરનાથ મહાદેવ ખાતે પહોંચ્યા હતા અને અંતરનાથ મહાદેવ પર જળાભિષેક કરી યાત્રા કાવડ યાત્રા સંપન્ન કરી હતી. પ્રથમ વખત જ અંકલેશ્વર શહેર માં કાવડ યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આગામી વર્ષમાં શ્રાવણ માસમાં નિયમિત કાવડ યાત્રા યોજાવાની પણ રેવા કાવડ યાત્રા સમિતિ એ સંકલ્પ કરો હતો

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM