આણંદ બસ સ્ટેન્ડ ખાતે “મહા સ્વચ્છતા અભિયાન” હાથ ધરાયું

સાંસદશ્રી મિતેષભાઇ પટેલ, ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ સહિત એસ.ટી. વિભાગના અધિકારી-કર્મચારીઓ સહભાગી બન્યા

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ ‘સ્વછતા હી સેવા’ કાર્યક્રમને પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમને રાજ્યોમાં વધુ બે મહિના માટે લંબાવવામાં આવ્યો છે જે અંતર્ગત સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે આજે આણંદ નવા બસ સ્ટેન્ડ ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ છે.

             આ કાર્યક્રમ અન્વયે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, એસ. ટી. ના વિભાગીય નિયામકશ્રી મહાજન, ડેપો મેનેજરશ્રી કે. એમ. શ્રીમાળી, ટ્રાફિક સ્ટાફ, વર્કશોપ સ્ટાફ, અન્ય સ્ટાફ, આણંદ નગરપાલિકા, C to C કન્સેપ્ટ ટુ ક્લીન સંસ્થા તેમજ બ્રહ્માકુમારીઝ સંસ્થા સહભાગી બનીને બસ સ્ટેન્ડની સફાઈ કરી હતી.

             આ પ્રસંગે એસ.ટી. ના વિભાગીય નિયામકશ્રીએ ઉપસ્થિત મુસાફરોને સ્વચ્છતાના મહત્વ વિશે અવગત કરી સ્વચ્છતા અભિયાનમાં સહયોગી બનેલા તમામનો આભાર માન્યો હતો.

             આ તકે બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા સ્વચ્છતાનો વિચાર પ્રત્યેક મુસાફર – જનતા સુધી પહોંચે તે માટે સ્વચ્છતાનું મહત્વ દર્શાવતું નાટક રજૂ કર્યું હતું.

             આ કાર્યક્રમ અંતર્ગત બસ સ્ટેન્ડની દીવાલો પર સ્વચ્છતાનો સંદેશો આપતા ચિત્રો બનાવવામાં આવ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM