આયુષ્યમન ભવ : કાર્યક્રમ અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર, અનાવલ ખાતે “મેડિકલ કેમ્પ” યોજાયો

રિપોર્ટ,મયુર પટેલ

રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, અનાવલ તા.મહુવા જિ.સુરત ખાતે આયુષ્યમાન ભવ : કાર્યક્રમ અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન મેડિકલ કોલેજ સુરતના સહયોગથી કરવામાં આવ્યો. જેમાં મુખ્ય મહેમાન મોહનભાઈ ધનજીભાઈ ઢોડિયા માન.ધારા સભ્ય શ્રી મહુવા, અતિથી વિશેષ શ્રીમતી શીલાબેન એસ. પટેલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મહુવા, પુર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપ-પ્રમુખશ્રી ચેતનભાઈ મિસ્ત્રી, અનાવલ, તરકાણી, આંગલધરા, કોષ, લસણપોર, ગાંગડીયા ગામના સંરપંચશ્રી અને તાલુકા પંચાયત મહુવાના હોદ્દેદારો તથા સભ્યો તેમજ રોગી કલ્યાણ સમિતિના સભ્ય અને સામાજિક આગેવાન સુનીલભાઈ પટેલ, આરોગ્ય વિભાગના મહુવા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.મનોજભાઈ ચૌધરી, પી.એચ.સી.વહેવલ, વલવાડા, ગુણસવેલ અને મહુવરીયાના મેડિકલ ઓફિસરશ્રી અને તમામ સ્ટાફગણ અને સી.એચ.સી. અનાવલતા અધિક્ષક ડો.પ્રમોદકુમાર જી. ચૌધરી, અને તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.
આયુષ્યમાન ભવ : કાર્યક્રમ અંતર્ગત “મેડિકલ કેમ્પ”નું દીપ પ્રાક્ટ્ય માન.ધારસભ્યશ્રી, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચશ્રી અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું. મેડિકલ કોલેજ સુરતથી આવેલ તજજ્ઞોનું સ્વાગત પુષ્પ ગુચ્છથી કરવામાં આવ્યું. કેન્દ્ર સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે માન.ધારસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા દ્વારા વિસ્તારથી માહિતી આપવામાં આવી. તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.મનોજભાઈ ચૌધરીએ આરોગ્યને લગતી યોજનાઓ જેમાં આભા કાર્ડ યોજના, પી.એમ.જે.એ.વાય., મુખ્ય મંત્રી નિદાન યોજના તથા રોગો જેમાં એન.સી.ડી., ટી.બી. મુક્ત પંચાયત, સીકલસેલ, એન.વી.બી.ડી.સી.પી., રક્તપિત્ત, અને સર્વ રોગ જેમાં મેડિસીન, સ્ત્રીરોગ, બાળ રોગ, કાન-નાક-ગળા-આંખના રોગ, મનોરોગ, ચામડી રોગ, દંત ચિકિત્સા વગેરે રોગો વિશે માહિતી આપવામાં આવી. મેડિકલ કોલેજ સુરતથી ડો.રોશની સાવલીયા (મેડીસીન વિભાગ), ડો.રીયા બોડાવાલા (ગાયનેકોલોજીસ્ટ), ડો.એના રોય (પીડીયાટ્રીક), ડો.જહાન્વી (સર્જરી), ડો.મેરુ દાભી (ઇ.એન.ટી.), ડો.ક્રિષ્ના શાહ (ઓપ્થલ્મોલોજી), ડો.ગાર્ગી કુક્રેજા (માનસીક રોગ), ડો.શાંન્તનું ગુપ્તા (સ્કીન અને વી.ડી.) ડો.વિધીદાની (ડેન્ટલ સર્જન)એ સર્વ રોગ નિદાન કેમ્પમાં સેવા આપી હતી. સર્વ રોગ નિદાન કેમ્પમાં કુલ- ૪૦૬ દર્દીઓએ લાભ લીધો. જેમાં જનરલ ઓ.પી.ડી.-૮૫ તથા નિષ્ણાંતોની ઓ.પી.ડી.-૩૨૧ જેટલાં દર્દીઓની તપાસ કરવામાં આવી. આ ઉપરાંત પ્રધાનમત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ-૫૯ તથા આભા કાર્ડ-૩૭ બનાવવામાં આવ્યાં. કાર્યક્રમના અંતે ડો.હિનવકુમાર બી. પટેલ, તબીબી અધિકારી વર્ગ-૨ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *