માણસા  ખાતેથી અમૃત કળશ યાત્રાને રાજ્યકક્ષા માટે પ્રસ્થાન કરાવતા માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત માતૃભૂમિની માટીને નમન અને માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોને વંદન કરવાની ભાવના સાથે આ અભિયાન દ્વારા નાગરિકોમાં દેશની એકતા, અખંડિતતાને વધુ પ્રબળ બનાવવાના હેતુથી સમગ્ર દેશની સાથે માણસા તાલુકા કક્ષાએ ‘અમૃત કળશ યાત્રા’ યોજાઈ હતી.

આ ‘અમૃત કળશ’ યાત્રા થકી એકત્ર કરવામાં આવેલ માટીના કળશને જિલ્લા કક્ષાએ લાવવામાં આવ્યા હતા. આ તમામ કળશને રાજ્યકક્ષાએ પહોંચાડવા માટે સાથે માણસા તાલુકા ખાતે યોજાયેલ ‘અમૃત કળશ યાત્રા’ ને માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે એસ પટેલે માણસા તાલુકા ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *