માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અન્વયે સિદ્ધપુર ખાતે ગાગલાસણ ગામે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરી

વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ઘરઆંગણે પહોંચી રહી છે સુવિધાઓ…

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલ માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ એવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અન્વયે સિદ્ધપુર ખાતે ગાગલાસણ ગામે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરી; ગ્રામ્યજનોને વિવિધ સરકારી યોજનાઓ તેમજ અભૂતપૂર્વ નિર્ણયોથી વાફેક કર્યા. આ વેળાએ ભાજપ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડી તેમને સશક્ત બનાવવાનો સંકલ્પ દોહાવ્યો. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતભરમાં આર્થિક અને સામાજિક રીતે છેવાડાના વ્યક્તિને સમાજની મુખ્યધારામાં જોડાવા માટેનું આ શ્રેષ્ઠ આયોજન છે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધક્ષ્ય – નંદાજી ઠાકોર, કલેક્ટર – શ્રી અરવિંદ વિજયેન તાલુકા પંચાયત પ્રમુખ – ગીરીબેન ઠાકોર, ડી.ડી.ઓ – સોલંકીજી, આર.એ.સી – પ્રદીપસિંહ રાઠોડ, નાયબ ડી.ડી.ઓ – મકવાણાજી, તાલુકા ભાજપ પ્રમુખ – વિક્રમસિંહ ઠાકોર, જસુભાઈ પટેલ, શંભુભાઈ દેસાઈ, જગદીશભાઈ પટેલ, મનજીભાઈ રાજપૂત, દિલીપજી ઠાકોર, પ્રાંત અધિકારી, આરોગ્ય અધિકારી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *