માણસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જે એસ પટેલ દ્વારા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ જનતા સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓને પહોંચાડવા અને તેની સાર્વત્રિક જાગૃતિના પ્રસાર અર્થે માણસા તાલુકાના પરબતપુરા ખાતે યોજાયેલ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વવાન અનુસાર વર્ષ-૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવાના હેતુથી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું પરિભ્રમણ થઈ રહ્યું છે. આ યાત્રા સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડી રહી છે અને વંચિતો-લાભાર્થીઓને આવરી રહી છે. જિલ્લામાં ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા જ્યાં પણ પહોંચે છે, ત્યાં ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત થાય છે. આ યાત્રાના નિર્ધારિત રૂટ પ્રમાણે આધુનિક રથોએ માણસા તાલુકાના પરબતપુરા ખાતે ગામમાં પરિભ્રમણ કર્યું હતું. પહોંચેલા રથનું ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા ગ્રામજનો સાથે વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી અને સરકારી યોજનાઓ વિશે માહિતી આપી તથા સૌ નાગરિક આ યોજનાઓનો લાભ પ્રાપ્ત કરે તે માટે આહવાન કર્યું માણસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જે એસ પટેલ દ્વારા . આ સાથે જ 2 પાણીના ટેન્કરનું લોકાર્પણ કર્યું. જિલ્લામાં જ્યાં પણ આધુનિક રથો પહોંચી રહ્યા છે, ત્યાં ત્યાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જન પ્રતિસાદ મળી રહ્યો છે. રથના સ્વાગત માટે મોટી સંખ્યામાં ગામની મહિલાઓ જોડાય છે. રથમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સંદેશનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિતોએ આ સંદેશાને રસપૂર્વક નિહાળ્યો હતો. વધુમાં રથના માધ્યમથી ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઊભા કરીને લોકોને જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી અને લાભ આપવામાં આવ્યા હતા યાત્રા અંતર્ગત રથના આગમન સાથે જ વિવિધ યોજનાઓના કેમ્પ, યોજનાઓના લાભોનું વિતરણ અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ દ્વારા પોતાનો સુખદ અનુભવ વર્ણવીને કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રત્યે માણસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જે એસ પટેલ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *