અંત્યોદય કલ્યાણના સંકલ્પ સાથે વિકસિત ભારતના નિર્માણની યાત્રા એટલે”વિકસિત ભારત સંકલ્પ યાત્રા” :મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉત્તમ અભિગમ સાથે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ભટેળા ગ્રામ પંચાયત ખાતે આયોજીત કાર્યક્રમમાં મહાનુભાઓ સાથે ઉપસ્થિત રહીને સૌ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો.

આ અન્વયે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધેલ લાભાર્થીઓને કીટ નું વિતરણ કરી ‛‛સર્વજન હિતાય,સર્વજન સુખાય’’ ના ધ્યેય ને સૌના સાથ અને સહકારથી આગળ ધપાવવાનો પ્રયત્ન કર્યો અને માનનીય વડાપ્રધાનશ્રી ના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા આહવાન કર્યું.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતભરમાં આર્થિક અને સામાજિક રીતે છેવાડાના વ્યક્તિને સમાજની મુખ્યધારામાં જોડાવા માટેનું આ શ્રેષ્ઠ આયોજન છે.

આ કાર્યક્રમની સાથે દેશના યશશ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ ના લાભાર્થી સાથેના સંવાદનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો.

ત્યારે આ કાર્યક્રમ મા સાથે કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સહીત પાર્ટીના કાર્યકર્તાઓ અઘેવાનો વડીલો તેમજ મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *