કરદાતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ એ માનવસંપર્ક રહિત આવકવેરા આકારણી પ્રથાનો છે મૂળ તંતુ : શ્રી અમિત જૈન, પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઈન્કમટેક્સ, ગુજરાત

પ્રામાણિક કરદાતાનું સન્માન અને કાર્યક્ષમ કર પ્રણાલીને નવી આવકવેરા પ્રણાલીનું હાર્દ ગણાવતા ડૉ. ધીરજ કાકડિયા, અપર મહાનિદેશક, પી.આઈ.બી અમદાવાદરાજ્યના આવકવેરા વિભાગના વડા પ્રિન્સિપલ ચીફ કમિશનર શ્રી અમિત જૈને કહ્યું છે કે, 13 ઓગસ્ટ, 2020થી અમલી બનેલી માનવસંપર્ક રહિત પ્રણાલી કરદાતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. આવકવેરા કચેરીએ કરદાતાને ધક્કા ના ખાવા પડે તેમજ ભરણાની પ્રક્રિયા અતિશય સરળ બને તે નવી પ્રણાલીનો મૂળ અભિગમ છે. પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો અને આવકવેરા વિભાગના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ખાસ યોજાયેલ વેબિનારમાં વધુમાં બોલતા શ્રી જૈને કહ્યું કે, કરદાતાઓનો વિશ્વાસ વધવાથી સરકારની આવક વધશે અને રોકાણકારોને પણ વિકાસ કાર્યોમાં મૂડીરોકાણની સહુલિયત ઊભી થશે.પી.આઈ.બી.ના અપર મહાનિદેશક ડૉ. ધીરજ કાકડિયાએ નવી કર પ્રણાલીના ઉદેશો અને ફાયદાઓ સમજાવતા કહ્યું કે, આવકવેરા અધિકારીઓ દ્વારા થતી કનડગત હવે બંધ થશે અને અપ્રામાણિત કરદાતાને છાવરતા આવકવેરા અધિકારીઓની કોઈ ભૂમિકા નહીં રહે. કેટલાક અપવાદરૂપ કિસ્સાઓ સિવાય કરદાતાને કચેરીના ધક્કા નહી ખાવા પડે એવું જણાવી ડૉ. કાકડિયાએ ઉમેર્યું કે, સંપૂર્ણ પણે “કોમ્પ્યુટર ડ્રીવન” આ પ્રથા કેસોના ઝડપી નિરાકરણ માટે તેમજ સ્ક્રુટીની માટે કેસોની પસંદગીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વેબિનારમાં પ્રિન્સિપલ કમિશનર શ્રી રાજ ટંડને વિગતપૂર્ણ નિદર્શન રજૂ કર્યું હતું. એસેસમેન્ટ સ્ક્રુટીની અને અપીલની પ્રથાને રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે તકનીકી કાર્યક્ષમતા સાથે કેવી રીતે અમલમાં મુકાશે તેના પર પ્રકાશ પાડતા શ્રી ટંડને કહ્યું કે, રિવ્યુની જોગવાઈ પણ કરવામાં આવી છે, જેના કારણે ડેટા એનાલીટીક અને આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ મારફત કરાતા કેસ નિકાલોમાં ક્ષતિ રહેવા પામી હશે તો પણ કરદાતાએ તેનો ભોગ નહીં બનવું પડે.વેબિનારમાં દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, વાપી વગેરે જિલ્લાઓમાંથી અગ્રણી વેપાર પ્રતિનિધિઓ, ચાર્ટડ એકાઉટન્ટ, ઇન્કમટેક્સ એડવોકેટ વગેરે લાભ લઈ માનવસંપર્ક રહિત પ્રણાલીને આવકારી હતી. આ નિષ્ણાતોએ આવકવેરા વિભાગને સૂચારુ વ્યવસ્થાપન અર્થે કેટલાક સૂચનો પણ કર્યા હતા. મોટી સંખ્યામાં કરદાતાઓએ ઓનલાઈન ભાગીદારી કરી વેબિનારમાં પ્રશ્નોતરીના માધ્યમથી જાણકારી મેળવી હતી. તમામનો સામાન્ય સૂર હતો કે, આવનારા ટુંકા સમયમાં નવી આવકવેરા પ્રણાલી રાષ્ટ્રીય સ્તરે ખૂબ લોક ચાહના પ્રાપ્ત કરશે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM