પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાના દબાણને હેન્ડલ કરવા ટિપ્સ આપી વિદ્યાર્થીઓ .વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા






કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે નગર પાલિકા સંચાલીત હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પરીક્ષા પે ચર્ચા નું સીધું પ્રસારણ નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાના દબાણને હેન્ડલ કરવા ટિપ્સ આપી હતી આ પરીક્ષા પે ચર્ચા માં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા સાત વર્ષથી બોર્ડના પરીક્ષાર્થીઓ ને સૂચનો આપવા અને પરીક્ષાનો તણાવ ઓછો કરવા માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે .‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની શરૂઆત પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ વર્ષ 2018થી કરી હતી. પરીક્ષા પે ચર્ચા હવે માત્ર દેશના વિદ્યાર્થીઓમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બની રહી છે, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ આવે છે અને તેમને બોર્ડની પરીક્ષાના તણાવથી બચવા અને પરીક્ષામાં સારું પ્રદર્શન કરવા માટે ટિપ્સ આપે છે. તેથી જ પરીક્ષા પે ચર્ચા વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.
ત્યારે આજરોજ દિલ્હી ના ભારત મંડપમ ખાતે થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પરીક્ષા પે ચર્ચા અંગે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા ત્યારે અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે નગર પાલિકા સંચાલીત જીનવાલા ,એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ,અને આદર્શ હાઈસ્કૂલ ના વિદ્યાર્થી માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 400 થી વધુ વિદ્યાર્થીઓ એ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ના પરીક્ષા પે ચર્ચા નું સીધું પ્રસારણ નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ ,વાલીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દરમિયાન, પ્રધાન પંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને પરીક્ષાના દબાણને હેન્ડલ કરવા માટે ટિપ્સ આપી હતી . આ સાથે તેમણે વાલીઓને પણ પોતાનું વર્તન સંતુલિત રાખવા અનુરોધ કર્યો હતો.અને દબાણના પ્રકારો કહ્યું અને તેમણે સલાહ સાથે શરૂઆત કરી કે, કોઈપણ પ્રકારના દબાણ માટે સૌથી પહેલા તમારી જાતને માનસિક રીતે તૈયાર કરો. જ્યારે આપણે આપણી જાતને માનસિક રીતે તૈયાર કરીએ છીએ, ત્યારે આપણને એટલી ચિંતા થતી નથી તેમજ .પરિક્ષા પે ચર્ચાનો ઉદ્દેશ્ય તણાવને સફળતામાં પરિવર્તિત કરવાનો, પરીક્ષાના યોદ્ધાઓને સ્મિત સાથે પરીક્ષા આપવા સક્ષમ બનાવે છે
