૨૭  ફેબ્રુઆરીએ કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી અને નિયામકશ્રી, રોજગાર અને તાલીમના સંયુક્ત ઉપક્રમે રોજગાર મેળો યોજાશે

કેબિનેટ  મંત્રીશ્રી, (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગ, નાગરિક ઉડ્ડયન વિભાગ તેમજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર) શ્રી બળવંત સિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી અને નિયામકશ્રી રોજગાર અને તાલીમના સંયુક્ત ઉપક્રમે કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી, માહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, મેમનગર, વસ્ત્રાપૂર, ડ્રાઈવ ઇન રોડ, અમદાવાદ ખાતે રોજગાર મેળો યોજાશે. 

ગુજરાત સરકારના મંત્રીશ્રી(રાજ્યકક્ષા) આદિજાતી વિકાસ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામોદ્યોગ માનનીય કૂવરજીભાઈ હળપતિ, અધિક મુખ્ય સચિવશ્રી, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ડો. અંજુ શર્મા,IAS, તેમજ નામાંકિત ઓધ્યોગિક એકમોના પ્રતિનિધિઑ આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે.

આ ભરતીમેળામાં ૩૦ અગ્રગણ્ય ઉધ્યોગીક એકમો ૨૫૪૨ જગ્યાઓ સાથે હજાર રહેવાના છે. જેમાં મુખ્યત્વે માઈક્રોન સેમીકંડક્ટર, સુઝુકી મોટર્સ, ટાટા મોટર્સ પારલે એલિઝાબેથ ટૂલ્સ જેવા નામાંકિત ઔધ્યોગિક એકમો રોજગારીની તક પૂરી પાડશે.

કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી ની સ્કૂલ ઓફ એક્સિલન્સ ઇન સેમિકંડક્ટરના ટેકનૉલોજી પાર્ટનર અને અગ્રગણ્ય ઔધ્યોગિક એકમ માઈક્રોન સેમિકંડક્ટર ટેકનોલોજી ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ રોજગારી આપવામાં આવી રહી છે, જે પૈકી ટોકન સ્વરૂપે ૧૦ ઉમેદવારોને નિમણૂક પત્ર માનનીય મંત્રીશ્રી, (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગ, નાગરિક ઉડ્ડયન વિભાગ તેમજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર) શ્રી બળવંત સિંહ રાજપૂત દ્વારા એનાયત કરવામાં આવનાર છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM