મહેસાણા જિલ્લામાં ૩૧૮ MSME એકમોને રૂ. ૧૪.૧૪ કરોડની વ્યાજ સહાય ચૂકવાઇ:ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, રાજ્યના લઘુ, મધ્યમ અને સૂક્ષ્મ ઉદ્યોગોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં ૩૧૮ MSME એકમોને રૂ. ૧૪.૧૪ કરોડની વ્યાજ સહાય ચૂકવાઇ છે.

વિધાનસભા ખાતે મહેસાણા જિલ્લામાં MSME એકમોને વ્યાજ સહાયના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રી ઉમેર્યું કે, તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં માઈક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટર પ્રાઈઝીસની ૩૫૦ અરજીઓ મંજૂર કરાઈ હતી. તે પૈકી ૩૧૮ અરજીઓમાં ૧,૪૧૪.૭૯ લાખની સહાય ચૂકવવામાં આવી છે. તેમણે અન્ય એક પૂરક પ્રશ્નના પ્રત્યુતરમાં ઉમેર્યું કે, મહેસાણા જિલ્લામાં હાલ ૩૪,૮૨૭ MSME એકમો નોંધાયા છે જેમમાં ૩૨,૪૪૬ સૂક્ષ્મ ઉદ્યોગો, ૨,૦૮૩ લઘુ ઉદ્યોગ અને ૨૯૮ મધ્યમ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આવા એકમોએ પોતાની નોંધણી ‘અનુબંધમ’ પોર્ટલ પર કરવાની હોય છે. આ તમામ પ્રક્રિયા પારદર્શી રીતે થાય છે. વિવિધ યોજનાકીય લાભો પણ ઓનલાઇન મંજૂર કરીને પૂરા પાડવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *