વિકસિત ભારત – સંકલ્પ પત્ર – ૨૦૨૪ : મોદી કી ગારંટી અભિયાન અંતર્ગત સુરત મહાનગર પાલિકા ના પૂર્વ મેયર અને ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ મહામંત્રી શ્રીમતિ હેમાલીબેન બોધાવાલા દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આગામી ૨૦૨૪ લોકસભાની ચૂંટણીની  તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ અને પેજ કમિટીના પ્રણેતા આદરણીય શ્રી.સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ની સુચના અને માર્ગદર્શન મુજબ "વિકસિત ભારત - સંકલ્પ પત્ર - ૨૦૨૪ : મોદી કી ગારંટી અભિયાન" વિષય સંદર્ભે જિલ્લા પ્રમુખ શ્રી કિશોર ગાવિત ના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પૂર્વ મેયર સુરત મહાનગર પાલિકા અને પૂર્વ મહામંત્રી મહિલા મોરચા ગુજરાત પ્રદેશના શ્રીમતિ હેમાલીબેન  બોધાવાલા એ પત્રકાર પરિષદ ને સંબોધન કર્યું હતું 

શ્રીમતિ હેમાલીબેન બોધાવાલા એ "વિકસિત ભારત - સંકલ્પ પત્ર - ૨૦૨૪ : મોદી કી ગારંટી અભિયાન" અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશ માં સુચન/સુઝાવ બોક્સ પ્રજા વચ્ચે લઇ જઇ તેમના સૂચનો/સુઝાવો ના આધારે "મેનોફેસટો" તૈયાર કરાવા આવશે, આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બુથ સ્થળે ઘર ઘર જનસંપર્ક કરી જનતાના સૂચન સુઝાવો એકત્રિત કરાશે, દરેક લોકસભા સીટ પર  બે એલ.ઈ.ડી પ્રચાર વાહન સતત લોકસભા વિસ્તારમાં ફરશે અને નાની નાની સભા દ્વારા સૂચન/સુઝાવ એકત્રિત કરશે, ભાજપના વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે તેમજ વિધાનસભા સ્તરે નાની-નાની બેઠકો કરી સૂચન એકત્રિત કરાશે જેમાં વિવિધ સમૂહ જેવા કે સી.એ, વકીલ, શિક્ષક, ડોક્ટર, આઈ. ટી., પ્રોફેશનલ, વેપારી, ખેલાડી, પૂર્વ સૈનિક, સહકાર ક્ષેત્ર જેવા વિવિધ વર્ગના સમૂહના લોકોને મળી તેમના સૂચનો સુઝાવ લેવામાં આવશે, પાર્ટીમાં ચાલી રહેલા અને અન્ય અભિયાન તેમજ બેઠકોમાં પણ સૂચન/સુઝાવ પેટી રાખવામાં આવશે, સૂચન/સોઝાવો એકત્રિત કરવા ડિજિટલ માધ્યમનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં, જે માટે મિસ કોલ નંબર 90909020024 શરૂ કરવામાં આવ્યો છે, નમો એપ પર પણ જનતા પોતાના સુજાવ સૂચનો આપી શકાશે

   શ્રીમતિ હેમાલીબેન એ જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર અને ગુજરાતમાં આદરણીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં કાર્યરત ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ વિકાસના કામો તેમજ જનહિત ના કામો કરવામાં આવ્યા છે, તેમણે કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા જાહેર જનતાના સુખાકારી માટે કાર્યરત વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતીઓ આપી હતી*   

 આ તબક્કે ડાંગ જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી રાજેશ દેસાઈ,ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજય પટેલ, ડાંગ જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ શ્રી રાજેશ ગામીત,હરિરામ સાવંત, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન,ડાંગ જિલ્લા  આઈ. ટી. સેલ ના કન્વીનર શ્રી ગિરીશ મોદી સહ કન્વીનર મેરીશ પવાર, ઉપપ્રમુખ રણજિતાબેન પટેલ, મહિલા મોરચાના પ્રમુખ સુમનબેન દળવી  ઉપસ્થિત રહ્યા હતા
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM