ગુજકોમાસોલ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારશ્રીના સંયુક્ત સહયોગથી નોડલ એજન્સી તરીકે ગુજરાતમાં ટેકાના ભાવની વિવિધ જણસીઓની ખરીદી કરાશે.

જેમાં રાજયના અંદાજીત ૩.૨૫ લાખ ખેડૂતોને તેનો લાભ મળશે

ગાંધીનગર : માન. વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને સાકાર કરવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક અને સુખાકારીમાં વધારો કરવા સંખ્યાબંધ યોજના અમલમાં લાવવામાં આવેલ છે અને સદર યોજનાઓ થકી છેવાડાના ખેડૂતોને પણ આ યોજનાઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સનિષ્ઠ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.

ખેતી અને સહકાર એકબીજાના પૂરક છે. દેશમાં સહકારી પ્રવૃત્તિઓને વેગ મળે અને સહકારી ક્ષેત્ર મજબૂત બને તે માટે માન. વડાપ્રધાનશ્રી દ્વારા અલગ સહકાર મંત્રાલયની રચના કરવામાં આવેલ છે. આમ સહકારી ક્ષેત્રનો વિકાસ થાય, સહકારી ક્ષેત્ર મજબૂત બને અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલ ખેડૂતોની સહકારી સંસ્થાઓ મજબૂત બને તે દિશામાં એક મજબૂત પહેલ કરવામાં આવેલ છે અને તેને આગળ ધપાવવામાં દેશમાં ગૃહમંત્રી તથા સહકાર મંત્રી માન. શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા નક્કર કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

રાજ્યમાં પણ સરકારશ્રીની ટેકાના ભાવની યોજના અંતર્ગત જુદી-જુદી ખેતપેદાશોની ખરીદી કરી ખેડૂતોનો પોતાની ખેત-પેદાશના પોષણક્ષમ ભાવો મળે તે માટે રાજય સરકારે પણ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે. રાજયના ખેડૂતોની આવક અને સુખાકારીમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર અને રાજ્યની સહકારી સંસ્થાઓ દ્વારા ખભેથી ખભા મિલાવીને કામ કરવામાં આવી રહ્યું છે.

ગુજકોમાસોલ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારશ્રીના સંયુક્ત સહયોગથી નોડલ એજન્સી તરીકે ગુજરાતમાં ટેકાના ભાવની વિવિધ જણસીઓની ખરીદી કરતું આવ્યું છે. ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માં પણ ચાલુ સીઝને તુવેર, ચણા અને રાયડાની ખરીદી માટે રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂંક કરવામાં આવેલ છે. સદર ખરીદી તા. ૧૮-૩-૨૦૨૪ થી આગામી ૯૦ દિવસ સુધી તુવેરમાં ૧૪૦, ચણામાં ૧૮૭ અને રાયડામાં ૧૧૦ ખરીદ કેન્દ્રો ખાતેથી થશે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM