સૌરાષ્ટ્ર દેવીપુજક સમાજનો સ્નેહમિલન યોજાયો

સૌરાષ્ટ્ર દેવીપુજક સમાજનો સ્નેહમિલન યોજાયો જેમાં પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ તથા સંજીવ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા.

   સૌરાષ્ટ્ર દેવીપુજક સમાજ દ્વારા સ્નેહમિલન યોજાયું ગાંધીનગર ખાતે યોજાયેલ સ્નેહમિલનનું આયોજન પ્રમુખ ગિરધરભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. સમસ્ત સમાજની ઉપસ્થિતિ વચ્ચે સમાજના વિકાસમાં ખૂટતી કડીઓ જોડવા માટેની ઊંડી ચર્ચાઓ કરવામાં આવેલ. ખાસ પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ તથા સંજીવ મહેતા દ્વારા સમાજના વિકાસ માટે મદદરૂપ થવાની તૈયારી  બતાવેલ હતી. દેવીપુજક સમાજમાં પ્રમુખ ગિરધરભાઈ સોલંકી દ્વારા આવા આયોજન કરી સમાજનાવિકાસ માટે જહેમત  ઉઠાવવામાં આવેલ હતી. દેવીપુજક સમાજ દ્વારા બંને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

દેવીપુજક સમાજ દ્વારા યોજાયેલ આ સ્નેહ મિલનમાં 500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા, પ્રમુખ ગિરધરભાઈ ની આગેવાનીમાં યોજાયેલ સ્નેહમિલનમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *