ભગવાન પરશુરામજી જન્મજયંતી– અક્ષય તૃતીયા ના પાવન પર્વ ની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડ

શાસ્ત્રોમાં વિષ્ણુ અવતાર ભગવાન પરશુરામજીની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે પરશુરામનું ચરિત્ર તપ, સંયમ, શકિત, પરાક્રમ, કર્તવ્ય, સેવા, પરોપકારનો આદર્શ પ્રતિક છે

                    વિધાનસભા–૬૮ના સેવાકીય ક્ષેત્રે સતત સક્રિય ધારાસભ્ય ઉદય કાનગડએ  શહેરીજનોને સમસ્ત જગતના આરાધ્ય દેવ અને બ્રાહમણોના ઈષ્ટદેવ એવા ભગવાન વિષ્ણુના છઠૃા અવતાર ભગવાન પરશુરામજીની જન્મજયંતી ની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે વૈશાખ સુદ  અખાત્રીજ, અક્ષય તૃતીયાનો દિવસ શુભ ગણાતા આ દિવસે વિવિધ શુભકાર્યો કરવામાં આવે છેલ અક્ષય તૃતીયા એ હિન્દુઓના સૌથી શુભ તહેવારોમાંનો એક છે. આ દિવસને પવિત્ર માનવામાં આવે છે.લોકો વિવિધ ધાર્મિક અને શુભ કાર્યો કરે છે.અક્ષય એટલે શાશ્વત જે કાયમ રહે છે, જેનો ક્ષય નથી તેવું અને તૃતીય એટલે શુકલ પક્ષનો  ત્રીજો દિવસ. આ દિવસે કરેલા પુણ્ય કાર્યોનું ફળ અક્ષય છે. આ દિવસે કરેલા શુભ કાર્યોના પૂણ્યનુ ભાથું  કાયમ રહે છે અને કયારેય સમાપ્ત થતું નથી. આ દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. લોકો નવા ધંધાકીય સાહસ, ગૃહપ્રવેશ, માંગલિક પ્રસંગો આ દિવસે કરે છે. 
                 તેમજ વૈશાખ સુદ–૩ ના દિવસે પૂરા સમગ્ર દેશમાં શ્રી પરશુરામ જયંતીનો તહેવાર હર્ષોલ્લાસથી  ઉજવવામાં આવે છે. આ શુભ દિવસ ભગવાનશ્રી વિષ્ણુને સમર્પિત છે. જેઓ ત્રણે દેવોમાં બ્રહમાંડના સંરક્ષક છે. પૌરાણિક કથાનુસાર ત્રેતાયુગની શરૂઆત પણ આજના દિવસે થઈ હતી. આ દિવસે ભગવાન વિષ્ણુએ છઠૃા અવતાર તરીકે શ્રી પરશુરામ તરીકે જન્મ લીધો હતો.પરશુરામે એકપણ અસ્ત્રની સહાય વગર અસુરોનો નાશ કર્યો હતો. પરશુરામનું આ પરાક્રમ જોઈને શિવજીએ તેમને અસ્ત્ર–શસ્ત્ર પ્રદાન કર્યા, તેમાંથી એક શસ્ત્ર પરશુ હતું તે શસ્ત્ર પરશુરામને અત્યંત પ્રિય હતું. તેથી તે અસ્ત્રને પ્રાપ્ત કર્યા પછી તેમનું નામ પરશુરામ પડયું. 
            ધર્મની સ્થાપના માટે ભગવાન પરશુરામજીએ દરેક યુગમાં કોઈને કોઈ કાલખંડમાં તેમનો મહત્વનો ફાળો આપ્યો છે અને લોકમાન્યતા મુજબ આજેપણ ભગવાન પરશુરામ મહેન્દ્ર પર્વત પર સમાધિસ્થ છે અને અષ્ટ ચિરંજીવીમાં સામેલ અમર વરદાન પામેલ ભગવાન પરશુરામ તેમના ભકતોને દર્શન આપે છે. સામાજિક ન્યાય અને સમાનતાના ઉદેશથી શોષિત અને પીડિત વર્ગની રક્ષા કાજે શસ્ત્ર ઉઠાવનાર ભગવાન પરશુરામની પિતૃ–માતૃ ભકિત મહાન તેમજ વંદનીય છે. 
                       શાસ્ત્રોમાં વિષ્ણુ અવતાર ભગવાન પરશુરામજીની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે પરશુરામનું ચરિત્ર તપ, સંયમ, શકિત, પરાક્રમ, કર્તવ્ય, સેવા, પરોપકારનો આદર્શ પ્રતિક છે. માન્યતા એ પણ છે કે ભગવાન પરશુરામ મનની ગતિથી વિચરણ કરે છે. તે ચિરંજીવી એટલે કે અજર અમર પણ માનવામાં આવે છે.  ત્યારે આખો દેશ અને દુનિયામાં શાંતિની સ્થાપના થાય સમાજ દુરાચાર મુકત થાય અધર્મનો નાથ થાય અને ધર્મનું સ્થાપન થાય તે માટે વિશેષ પુજન–અર્ચન, આરતી કરી પ્રાર્થના કરશે. તેમ અંતમાં ધારાસભ્ય ઉદય કાનગડએ  શહેરીજનોને અક્ષયતૃતીયા અને ભગવાન પરશુરામજીની જન્મજયંતીના પાવન પર્વની  શુભેચ્છા પાઠવતા એ જણાવ્યું હતું.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM