કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪” ના બીજા દિવસે સરસ્વતી તાલુકાના કાતરા ગામે પ્રાથમિક શાળામાં મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો



માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ૨૧ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪” ના બીજા દિવસે સરસ્વતી તાલુકાના કાતરા ગામે પ્રાથમિક શાળામાં મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
બાલ સંગીતવૃંદ, વૃક્ષો અને દીકરી અંગે બાળવક્તાઓની રજૂઆત, તેજસ્વી વિદ્યાર્થી સન્માન, લર્નિંગ કોર્નર, શાળાની સમીક્ષા, વૃક્ષારોપણ, સ્માર્ટ ક્લાસરુમ એ આજના કાર્યક્રમની વિશેષતા રહી.
હાલ ૨૩૬ વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળામાં આજે બાલવાટિકામાં ૩૭, ધોરણ-૧ માં ૩૫, એમ કુલ ૭૨ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ અપાવ્યો. જે પૈકી ૩૯ કુમાર અને ૩૩ કન્યાઓ છે.
આ પ્રસંગે શ્રી બલદેવભાઈ, શ્રી રમેશજી, શ્રી પ્રહલાદજી, શ્રી કાંતિભાઈ, શ્રી મદારજી ઠાકોર, શ્રી પ્રકાશજી, શ્રી પશાભાઈ, શ્રી લીલાભાઇ, શ્રી વિક્રમસિંહ, શ્રી જશુભાઈ, શ્રી લાલાભાઈ, સહિત સામાજિક આગેવાનો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
“ગુજરાતની સરકાર દીકરીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે.”
