જે.ડી. ગાબાણી કોલેજમાં ગુરુ પુર્ણિમા નિમિત્તે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સંચાલિત શ્રી જે. ડી. ગાબાણી કોમર્સ કોલેજ એન્ડ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ઓફ મેનેજમેન્ટ, વરાછા, સુરતમાં વિદ્યાર્થીઓમાં હિન્દુ સંસ્કૃતિની ઝાંખી કરાવી શકાય તેમજ ગુરુનું મહત્વ જીવનમાં શું છે? તે જાણી શકાય તેવા શુભ હેતુથી ગુરુપૂર્ણિમા નિમિત્તે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. ભાગ લીધેલ સ્પર્ધકોએ વૃક્ષ વિના પાન નહિ, ગુરુ વિના જ્ઞાન નહિ, જ્ઞાન સે બડા કોઈ દાન નહિ, ગુરુ સે બડા કોઈ જ્ઞાની નહિ, શિક્ષક એટલે શું? શિ એટલે શીખ, ક્ષ એટલે ક્ષમા અને ક એટલે કલા વગેરે જેવા વિચારો રજુ કર્યા હતા. જેમાં પ્રથમ ક્રમાંકે T.Y.B.Com ના વિધાર્થી પડસાળા ધ્રુવીકા વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન T.Y.B.Com નાં વિધાર્થીઓ ગોળકિયા ધ્રુવિલ તેમજ વરસડિયા આરતી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું તેમજ નિર્ણાયક તરીકે પ્રા. ડો. હરીશ પટેલ દ્વારા સેવા આપવામાં આવી હતી તેમજ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર તરીકે પ્રા. ભીખુભાઈ પડસાળા તેમજ પ્રા. અસ્મિતા હિરપરા એ ભૂમિકા ભજવી હતી. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. ગોવિંદભાઈ ધીનૈયાએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *