તાપી જિલ્લામાં PM- જનમન યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૮૮૫ આવાસ મંજૂર કરાયા- ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ

રાજ્યમાં છેવાડાના આદિવાસી બંધુઓને આઝાદીના ૭૫ વર્ષ બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી PM- જનમન યોજના હેઠળ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા આવાસ આપવામાં આવે છે. તાપી જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં PM જનમન યોજના હેઠળ કુલ ૮૮૫ આવાસ મંજૂર કરવામાં આવ્યા છે. આ માટે ૭૪૩ લાભાર્થીઓને પ્રથમ હપ્તાની સહાય પણ ચૂકવી દેવામાં આવી છે. આ માટે પ્રતિ લાભાર્થીને રૂ. ૨ લાખની સહાય આપવામાં આવે છે. તેમ,વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું.

મંત્રી શ્રી હળપતિએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અભિનંદન આપતા કહ્યું હતું કે, જેની પાસે પ્લોટ, મકાન, ગામ તળ નથી તેવા નાગરિકોને રૂ. ૧ લાખની સહાય આપવાની જોગવાઈ આ નવીન ગુજરાત બજેટ -૨૦૨૫માં કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે તા. ૧૫ નવેમ્બર ૨૦૨૪ના રોજ ઝારખંડ ખાતેથી આ PM જનમન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેનો હાલમાં અતિ પછાત આદિવાસી બંધુઓને લાભ મળી રહ્યો છે તેમ, મંત્રીશ્રીએ પેટા પ્રશ્નનો જવાબ આપતા ગૃહમાં ઉમેર્યું હતું.

——————————————————————————————————————-

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના(ડબલ્યુડીસી-ર.૦) હેઠળ રાજ્યના ર.૯ર લાખ હેકટર વિસ્તારમાં રૂા.૬૮૭.૮૦ કરોડના ૫૧ પ્રોજેક્ટ હાથ ધરાયા: ગ્રામવિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજી હળપતિ

જુનાગઢ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (ડબલ્યુડીસી ૨.૦) અંતર્ગત રૂ. ૬.૩૭ કરોડથી વધુના ખર્ચે જળસંગ્રહનાં કામો કરાયાં: રાજ્યમંત્રીશ્રી

રાજ્યમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની વિગતો આપતાં ગ્રામવિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના(ડબલ્યુડીસી-ર.૦) હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨થી રાજ્યના ર.૯ર લાખ હેકટર વિસ્તારમાં રૂા.૬૮૭.૮૦ કરોડના ૫૧ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જ્યારે જુનાગઢ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (ડબલ્યુડીસી ૨.૦) અંતર્ગત રૂ. ૬.૩૭ કરોડથી વધુના ખર્ચે જળસંગ્રહનાં કામો કરવામાં આવ્યાં છે.

રાજ્યમાં વોટરશેડ કાર્યક્રમની વિગતો આપતાં રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં વર્ષ ૧૯૯૫-૯૬માં આ કાર્યક્રમ શરૂ ક૨વામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૩-૦૪થી આ યોજનાને ‘હરિયાળી’ યોજના તરીકે નામકરણ કરી, તેના અમલીકરણની જવાબદારી ગ્રામ પંચાયતોને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ બંને તબક્કાની કામગીરીનું આંકલન કરવા માટે શ્રી એસ. પાર્થસારથીના વડપણ હેઠળ રચવામાં આવેલી ટેકનિકલ કમિટીની ભલામણ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા વોટરશેડ કાર્યક્રમને સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ (ઇન્ટિગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ) તરીકે જાહેર કરવામાં આવી હતી.જે અંતર્ગત વર્ષ ૨૦૦૯-૧૦થી વર્ષ ૨૦૧૪-૧૫ના છ વર્ષના ગાળામાં મંજૂર કરવામાં આવેલા ૬૧૦ પ્રોજેક્ટમાં કુલ રૂ. ૪૦૨૨.૧૮ કરોડના ખર્ચે ૩૧.૦૩ લાખ હેક્ટર વિસ્તાર અને ૪૭૪૬ ગામોને આવરી લેવામાં આવ્યાં છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ ર૦૧૫-૧૬થી સંકલિત જળસ્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના (વોટરશેડ ડેવલોપમેન્ટ કોમ્‍પોનન્‍ટ) તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ ર૦ર૧-રરથી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના(ડબલ્યુડીસી-ર.૦)  હેઠળ ગુજરાત રાજ્ય માટે ર.૯ર લાખ હેકટર વિસ્તારના કુલ રૂા.૬૮૭.૮૦ કરોડના ૫૧ પ્રોજેક્ટ પાંચ વર્ષ માટે મંજૂર કરવામાં આવ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.

છેલ્લાં બે વર્ષમાં જુનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (ડબલ્યુડીસી ૨.૦) અંતર્ગત જળસંગ્રહ માટે હાથ ધરવામાં આવેલાં કામોની વિગત આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ જુનાગઢ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં આ યોજના અંતર્ગત કુલ રૂ. ૬,૩૭,૩૬,૯૯૪ના ખર્ચે કોઝવે વિથ સી ચેનલ, ચેકડેમ, પરકોલેશન ટેન્ક, પરકોલેશન વેલ, તળાવ, તળાવના કાઢીયા, બોરવેલ રિચાર્જ ફિલ્ટર સાથે, નદી ઊંડી ઉતારવા સહિતનાં કામો કરવામાં આવ્યાં છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM