ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં જૈવિક ખેતી જાગૃતિ કાર્યક્રમ ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ની ઉપસ્થિતિમાં યોજાયો હતો

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં જૈવિક ખેતી જાગૃતિ કાર્યક્રમ ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમ થકી વતનના ખેડૂતોમાં ઓર્ગેનિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન દેશ-વિદેશથી આવેલા નિષ્ણાતોએ જૈવિક ખેતીના ફાયદા તથા વિવિધ પદ્ધતિઓ અંગે વિગતવાર માહિતી આપી, જેના પરિણામે વધુમાં વધુ ખેડૂતોને જૈવિક ખેતી શરૂ કરવા પ્રોત્સાહન મળ્યું.

આ ઉપરાંત જૈવિક ઇનપુટ્સના યોગ્ય ઉપયોગ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું. સફળ ખેડુતોએ પોતાના અનુભવો શેર કર્યા અને નિષ્ણાતો સાથે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું. કાર્યક્રમના અંતે ‌ ઓર્ગેનિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડુતોનું સન્માન કરીને તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું.

‌આ કાર્યક્રમમાં ડૉ. કરીમભાઈ મરેડિયા – પ્રોફેસર અને ડાયરેક્ટર, વર્લ્ડટેંપ, મિશિગન સ્ટેટ યુનિવર્સિટી (અમેરિકા), શ્રી રિઝવાન આડતિયા – સ્થાપક અને અધ્યક્ષ, કોગેક ગ્રુપ (આર.એ.એફ. ગ્લોબલ ગ્રુપ), શ્રી ઉમેશભાઈ દેસાઈ – (ભૂતપૂર્વ લીડર, આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ, ઇન્ડિયા), શ્રી ઈસ્માઈલભાઈ શેરુ – (કૃષિ નિષ્ણાત), શ્રી જે.પી. ઘરીયા, શ્રી અર્જુનસિંહ રાજપૂત, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી સોમાજી ઠાકોર, શ્રી વિક્રમસિંહ ઠાકોર, શ્રી જગદીશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *