આંગણવાડા નગરે વાસુપૂજય દાદાની 31મી ધ્વજારોહણ મહોત્સવ યોજાયો

બનાસકાંઠાની ધન્યધારા પર આવેલ આંગણવાડા નગરે શ્રી વાસુપૂજય દાદાની 31મી ધ્વજારોહણ યોજાઇ.આ પ્રસંગે જ્યોતિષાચાર્ય ડો પ.પૂ.આ. ભ.શ્રીમદ્દ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા,પૂજય મુનિરાજ હેમદર્શન વિજય મ.સા,પૂજય મુનિરાજ નયશેખર વિજય મ.સા,પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજય મ.સા આદિઠાણાની પાવનકારી નિશ્રામાં વસુપૂજય દાદાની 31 મી ધ્વજારોહણ ધામધૂમ પૂર્વક યોજાઈ.જેમાં પ્રથમ દિવસે સવારે 7.00 કલાકે ગુરુ ભગવંતોનું સામૈયું યોજાયું.ત્યારબાદ ઉપાશ્રય મધ્યે પ્રવચન યોજાયેલ.બીજા દિવસે સવારે 6.30 કલાકે પ્રભાતિયાં,8.00 કલાકે નવકારશી,11.00 કલાકે સત્તરભેદી પૂજા બપોરે 12.39 કલાકે ધ્વજારોહણ ત્યાબાદ મોટી શાંતિનો પાઠ ત્યારબાદ પંડિતવર્ય શ્રી અરવિંદભાઈ શાહ પરિવારે ગુરૂ ભગવંતોને કામળી વોહરાવાનો લાભ લીધેલ.ત્યારબાદ સ્વામીવાત્સલ્ય યોજાયેલ.ધ્વજા ના કાયમીક લાભાર્થી પરિવાર શ્રીમાન સુમતીલાલ મનસુખલાલ શાહ પરિવારે લીધેલ.તથા ત્રણે ટાઈમના સ્વામીવાત્સલ્ય ના લાભાર્થી શ્રીમાન ચીમનલાલ છોટાલાલ શાહ પરિવારે લીધેલ.આ ધ્વજારોહણ પ્રસંગે સંગીતની રમઝટ શ્રી કશ્યપભાઈ નાયક (પાટણવાળા) એ જમાવેલ.આ પ્રસંગે આંગણવાડા જૈન સંઘના ટ્રસ્ટીવર્યો એ ભારે જહેમત ઉઠાવેલ હતી.આ પ્રસંગે અમદાવાદ,સુરત વિગેરેથી આંગણવાડા ગામના શ્રાવક- શ્રાવિકાઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *