ગીર-સોમનાથ જિલ્લામાં પીજીવીસીએલની અવિરત કામગીરી ઉનાના ૧૬ અને ગીરગઢડાના ૧૧ ગામોમા વીજપુરવઠો પુર્વવત થયો

ઉનામાં ૧૧૨ અને ગીરગઢડામાં ૩૭ ટ્રાન્સફોર્મર ચાલુ કરાયા

        ગીર-સોમનાથ તા. -૨૯, ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાને લીધે વીજપુરવઠો વીજલાઇન, વીજપોલ અને સબસ્ટેશનો ધરાશયી-નુકસાનગ્રસ્ત થતા બંધ થઇ ગયો હતો. પીજીવીસીએલ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં ઉના અને ગીરગઢડા તાલુકામાં હાલ બંધ થયેલી વીજળી ચાલુ કરવા રાત-દિન કામગીરી ચાલુ છે.

        ગીર-સોમનાથ જિલ્લાનાં ઉના શહેરમાં વીજળી આવ્યા બાદ હવે ઉના અને ગીરગઢડા તાલુકાના ગામોમાં વીજપુરવઠો પુર્વવત કરવા ગામે ગામ કામ ચાલુ છે.

        ઉના પીજીવીસીએલ ડિવીઝનના એકઝ્યુકેટીવ એન્જીનીયર શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, ઉના અને ગીરગઢડા તાલુકામાં બાકી ગામોમાં વીજપુરવઠો યુધ્ધના ધોરણે પુન:સ્થાપિત કરવા કોન્ટ્રાકટરની ૧૦૨ ટીમના ૬૮૮ ટેકનીશયનો, પીજીવીસીએલની ૩૯ ટીમના ૨૦૭ લાઇનમેન- ટેકનીશયનો કામ કરી રહ્યા છે.

ઉના તાલુકામાં ૧૬૫૨ વીજપોલ ફરી પુન:સ્થાપિત કરવામાં આવ્યા છે. ગીરગઢડામાં ૭૭૨ વીજપોલ ફરી નાખવામાં આવ્યા છે. ઉના તાલુકામાં ૧૧૨ અને ગીરગઢડા તાલુકામાં ૩૭ ટી.સી. રીસ્ટોર કરાયા છે. ઉનાના ૮૧ ગામોમાંથી ૧૬ અને ગીરગઢડાના ૫૭ માંથી ૧૧ ગામમાં વીજળી આવી છે

વાવાઝોડામાં પીજીવીસીએલને મોટું નુકશાન થયું છે. ખોરવાયેલ વીજપુરવઠો ચાલુ કરતા મહિનાઓ લાગે તેવું કામ હતું. પરંતુ રાજ્ય સરકાર દ્વારા યુધ્ધના ધોરણે બધી જ કામગીરીમાં બહારથી માણસો બોલાવીને યોગ્ય આયોજન કરીને થોડા જ દિવસોમાં વીજળી એક પછી એક ગામમાં પુન:ચાલુ થઇ રહી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *