સુરત મહાનગર પાલિકાના માન . મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા , માન . ડેપ્યુટી મેયર શ્રી દિનેશ જોધાણી , માન . સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન શ્રી પરેશ પટેલ , માન . શાસક પક્ષના નેતાશ્રી અમિતસિંહ રાજપૂત તથા કમિશ્નર શ્રી બંછાનિધિ પાનીએ કઠોર આરોગ્ય કેન્દ્રમાં દાખલ ૪૯ દર્દીઓની મુલાકાત લીધી કઠોર ગામમાં પીવાના પાણીના વિવિધ સ્થળોથી ૫૦ નમુના લઇ સર્વે હાથ ધર્યું કઠોર ગામની બે સોસાયટીમાં પીવાની પાણીની લાઇન બંધ કરી પાલિકાએ ટેન્કર દ્રારા પીવાનું પાણી આપ્યું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દવા અને ઓઆરએસ ( ORS ) વિતરણ કર્યું આજ રોજ સુરત મહાનગર પાલિકાના પદાધિકારીશ્રીઓ તથા મનપા કમિશ્નર શ્રી બંછાનિધિ પાનીએ કઠોર ગામના વિવેક નગરની મુલાકાત લઇ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી . વધુમાં વિવેકનગર અને રામકિશન કોલેનીમાં પાણીની લાઇન બંધ કરી ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવાની વ્યવસ્થા કરી હતી.તેમજ ડેનેજ લાઇન અને પાણીની લાઇન શોધી ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે.વધુમાં આ વિસ્તારના વિવિધ સ્થળો પરથી પીવાના પાણીના ૫૦ જેટલા નમુના લઇ તાત્કાલિક તપાસ શરૂ કરી છે . આ વિસ્તારમાં તાકીદના ધોરણે આરોગ્ય વિભાગની ટીમે દ્રારા લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે . અને દવા તથા ઓઆરએસ ( ORS ) વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ સુરત મહાનગર પાલિકાના માન . મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા , માન . ડેપ્યુટી મેયર શ્રી દિનેશ જોધાણી , માન . સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન શ્રી પરેશ પટેલ , માન . શાસક પક્ષના નેતાશ્રી અમિતસિંહ રાજપૂત અને માન . કમિશ્નર શ્રી બંછાનિધિ પાનીએ કઠોર આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઇ રહેલા ૪૯ લોકો અને તેમના પરિવારની મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી . સુરત મહાનગર પાલિકાના વરાછા બી ઝોનના ઝોનલ ચીફ શ્રી એન.વી.ઉપાધ્યાય ડે.કમિશ્નર ( ડેપ્યુ ) , ડે . કમિશ્નર ડો.આશિષ નાયક , એડી . સિટી ઈજનેર શ્રી જતીન દેસાઈ , હાઇડ્રોલિક ઇજનેર શ્રી જી.એમ.ભગવાકર , કાર્યપાલક ઇજનેર શ્રી ઇ.એચ.પઠાણ યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરેલ છે







