
વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવા , તળાવોને ફરી લીંક કરવા પ્રખર પર્યાવરણવિદો સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ દ્વારા થયું . ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડૉ.વિજયભાઈ શાહની અધ્યક્ષતામાં સર્કીટ હાઉસ ખાતે વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવા અંગે પ્રખર પર્યાવરણવિદો સાથે એક અતિ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી . વડોદરા શહેર માંથી પસાર થતી વિશ્વામિત્રી નદી શહેરીજનોમાં આસ્થાનું સ્થાન ધરાવે છે . આગાઉ આ નદી શુદ્ધ પાણીથી વહેતી હોવાનું શહેરીજનો માને છે . પરંતુ હાલ નદી મૂળ અસ્મિતા ન જળવાતા શહેરીજનો પણ ખેદની લાગણી અનુભવે છે . વીતેલા ઘણા સમયથી શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ અને ધારાસભ્યો સહીત સંગઠનના પદાધિકારીઓ વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવાનું વિચારી રહ્યા છે અને રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી પણ વિશ્વામિત્રી નદીના પુનર્જીવિત માટે રાજ્ય સરકાર દ્વારા આર્થીક ભંડોળ આપવા સહમત થયા છે ત્યારે આ પ્રોજેક્ટને પરિપૂર્ણ કરવા આજે સર્કીટ હાઉસ ખાતે શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ અને મેયરશ્રી કેયુરભાઈ રોકડિયાની ઉપસ્થિતિમાં પ્રખર પર્યાવરણવિદો શ્રી અર્જુનસિંઘ મહેતા , ડૉ.ગવળી , ડૉ.સંસ્કૃતી મજમુદાર અને ડૉ.સ્મિતાપ્રધાન સાથે એક અતિ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ . આ બેઠકમાં વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવા , નદીની આસપાસ નિસર્ગનું નયનરમ્ય વાતાવરણ ઉભુ કારવા કયા કયા પ્રકારના વૃક્ષો વાવી શકાય તે માટેની પ્રેઝન્ટેશન સાથે વિશેષ મહત્વની ચર્ચા કરવામાં આવી હતી . વડોદરા શહેર સુંદર બાગબગીચા , ભવ્ય મંદિરો , સુંદર તળાવો , અને ઐતિહાસિક ઈમારતોથી પ્રચલિત થતું , શ્રીમંત મહરાજા સયાજીરાવ ગાયકવાડ સમયની આ ભૂતકાલીન ભવ્યતા અને અમિતાને પુનર્જીવિત કરવાના ભાગરૂપે આગાઉ તળાવો એક બીજા સાથે લીંક હતા તે રીતે પુનઃલીંક કરી તળાવોને વધુ સુંદર અને શોભાયમાન બનાવવા મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી . આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાં ક્યાં કેટલા ફૂટે પાણી મળે તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું . પ્રખર પર્યાવરણવિદો સાથે મળેલી આજની મહત્વની બેઠકમાં શહેર મહામંત્રીશ્રી સુનીલભાઈ સોલંકી , જશવંતસિંહ સોલંકી , રાકેશભાઈ સેવક , ડે.મેયરશ્રી નંદાબેન જોષી , સ્થાયી અધ્યક્ષ ડૉ . હિતેન્દ્રભાઈ પટેલ , શાશક પક્ષના નેતા અલ્પેશભાઈ લીમ્બાચીયા , દંડકશ્રી ચિરાગભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા . અને પોતપોતાના મંતવ્યો રજુ કર્યા હતા
