
સુરત મહાનગરપાલિકાને આરોગ્ય ક્ષેત્રે વધુ એક નેશનલ એવોર્ડ ” નેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ અંતર્ગત દેશભરમાં પ્રથમ સ્થાન ” સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ક્ષેત્રે મા . કમિશનરશ્રીનાં માર્ગદર્શન હેઠળ તથા ડે . કમિશનરશ્રી ( હેલ્થ એન્ડ હોસ્પિટલ ) તથા આરોગ્ય અધિકારીશ્રીની સુચના તથા નિર્દેશાનુસાર નેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ કાર્યરત છે . જેમાં શહેરનાં તમામ અર્બન હેલ્થ સેન્ટર , મસ્કતી હોસ્પિટલ , સ્મીમેર મેડીકલ કોલેજ ખાતે ટીબીનાં નિદાન તથા સારવારની સગવડ તમામ ટીબીનાં દર્દીઓને વિનામુલ્ય ઉપલબ્ધ છે . સને ૨૦૧૮ થી કેન્દ્ર સરકારની યોજના મુજબ ટીબીનાં દર્દીઓને તમામ ( સરકારી – ખાનગી ) દર્દીઓને પોષણક્ષમ ખોરાક માટે ” નિય પોષણ યોજના અમલમાં મુકવામાં આવેલ છે . જેમાં સારા ખોરાક માટે તમામ દર્દીઓને દર મહિને રૂા . ૫૦૦ / – તેમનાં બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે . કેન્દ્ર સરકારનાં નિતિ નિયમો તથા ધારા ધોરણ મુજબ ભારતભરમાં સૌથી વધુ દર્દીઓને આ યોજનાનો લાભ આપવામાં સુરત મહાનગરપાલિકા પ્રથમ સ્થાને આવવાથી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મા . ડો . હર્ષ વર્ધન દ્વારા સીટી ટીબી ઓફિસર ડો . કે.એન. શેલડીયાને એવોર્ડ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ છે . આ તબકકે ડે . કમિશનર શ્રી આશીષ નાયક તથા આરોગ્ય અધિકારીશ્રી ડો . પ્રદિપ ઉમરીગર દ્વારા આરોગ્ય ટીમ તથા ટીબી વિભાગનાં તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા . તેમજ શહેરનાં તમામ નાગરીકોને અપીલ કરવામાં આવે છે કે જેઓને ખાંસી , તાવ , વજન ઓછું થાવું , રાત્રે પરસેવો જેવા લક્ષણો હોય તે તેઓને વિનમુલ્ય તપાસ કરાવી લેવી તથા ટીબી હોય તો સંપૂર્ણ ૬ થી ૮ માસ સુધીની સારવાર લેવી તથા નિલય પોષણ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે . સીટી ટીબી ઓફિસર ડો . કે . એન . શેલડીયા દ્વારા સમગ્ર આરોગ્ય ટીમનો તેમજ આરોગ્ય વિભાગનાં સફળ નેતૃત્વ બદલડે . કમિશનરશ્રી ( હેલ્થ એન્ડ હોસ્પિટલ ) ડો . આશીષ નાયક તથા આરોગ્ય અધિકારીશ્રી ડો . પ્રદિપ ઉમરીગર સાહેબનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો તેમજ કોરોના મહામારી જેવા કપરા સમયમાં પણ આવી વિશિષ્ટ કામગીરી તથા નેશનલ એવોર્ડ માટે સુરત મહાનગરપાલિકા ગૌરવની લાગણી અનુભવે છે .
