ડાંગ જિલ્લામા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સરેરાશ ૨૨.૫ મી.મી. વરસાદ નોંધાયો

આહવા-સાપુતારા નેશનલ હાઈ વે ઉપર રાત્રિના સમયે વૃક્ષ થયુ ધરાશાઇ : જિલ્લામા જુદા જુદા બનાવોમા ત્રણ પશુ મૃત્યુ પણ નોંધાયા

વઘઇ તાલુકાના બે માર્ગો હજુ પણ વાહન વ્યવહાર માટે બંધ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

નાચ્છાદિત ડાંગ જિલ્લામા આજે સવારે છ વાગ્યે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન સરેરાશ ૨૨.૫ મી.મી. જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે.જિલ્લા ફ્લડ નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના આહવા તાલુકામા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૨૬ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે વઘઇ ખાતે ૨૨ મી.મી., સુબિર ખાતે ૧૭ મી.મી., અને ગિરિમથક સાપુતારા ખાતે ૨૫ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.આ સાથે આહવા તાલુકાનો મોસમનો કુલ વરસાદ ૮૬૨ મી.મી., વઘઇ નો ૭૮૭ મી.મી., સુબિરનો ૪૪૯ મી.મી., અને સાપુતારાનો મોસમનો કુલ વરસાદ ૮૨૮ મી.મી. નોંધાતા ડાંગ જિલ્લામા મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૩૧.૫ મી.મી. નોંધાવા પામ્યો છે.ડાંગ જિલ્લામા નોંધાયેલા આ વરસાદને કારણે જિલ્લાના વઘઇ તાલુકાના બે માર્ગો ઓવર ટોપિંગ થવાને કારણે હજુ પણ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ તરફથી મળેલી વિગતો અનુસાર વઘઇ તાલુકાના (૧) સુપદહાડ-સૂર્યા બરડા, અને (૨) નાનાપાડા-કુમારબંધ માર્ગ આજે સવારે ૮ વાગ્યાની સ્થિતિએ વરસાદી પાણી ફરી વળવાને કારણે અવરોધાયા છે. આ માર્ગેથી આવનજાવન કરતા વાહનચાલકો તથા રાહદારીઓને પ્રશાસને સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો છે.આ ઉપરાંત ડાંગ જિલ્લામા વરસાદને કારણે ગત રોજ રાત્રિના સમયે આહવા-સાપુતારા નેશનલ હાઈ વે ઉપર ઘાટ માર્ગમા એક તોતિંગ વૃક્ષ ધરાશાઈ થતા આ માર્ગ થોડા સમય માટે અવરોધાયો હતો. જેને વરસતા વરસાદમા વન વિભાગની ટિમ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી હટાવી દેતા યાતાયાત ફરી થવા પામ્યો હતો. એમ, ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશ્વર વ્યાસે જણાવ્યુ છે. માર્ગ અવરોધાવાના બનાવો ઉપરાંત જિલ્લાના આહવા તાલુકાના પિમ્પરી ગામે પશુપાલક શ્રી ધર્મેંદ્રભાઈ મનોજભાઈ પવારની માલિકીની એક ભેંસ ઉપર પણ ઝાડ તૂટી પડવાથી મૃત્યુ નોંધાયુ છે. જ્યારે આ અગાઉ નાંદનપેડા ગામના પશુપાલક શ્રી રિયાઝ ગુલાબભાઈ વાની નો એક બળદ વરસાદી પાણીમા વહી જતા મૃત્યુ પામ્યો હતો. જ્યારે ગત માસ દરમિયાન નિલશાકયા ગામના પશુપાલક શ્રી નટુભાઈ શુકરભાઈ પવારની માલિકીના એક ત્રણ વર્ષિય વાછરડા ઉપર આકાશી વીજ પડવાથી તેનુ પણ મૃત્યુ પશુપાલન કચેરીના ચોપડે નોંધાવા પામ્યુ છે. એમ, મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડો.હર્ષદ ઠાકરે દ્વારા જણાવાયુ છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM