દુનિયાનું સૌથી મોંઘું લાકડું,

ચંદન નહીં પરંતુ આ છે દુનિયાનું સૌથી મોંઘું લાકડું, એક કિલોની કિંમતમાં ખરીદી શકો છો લક્ઝરી કારઃ બચાવવા હથિયાર ધારી જવાનો કરાયા છે તૈનાત

જો લાકડાની વાત કરીએ તો અમે ચંદનના લાકડાને સૌથી મોંઘું માનતા આવ્યા છીએ. 5 થી 6 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. એવામાં જો તમને ખબર પડે કે દુનિયામાં એવા લાકડાઓ પણ છે જે સોનાથી પણ મોંઘા વેચાય છે. તો તમે હેરાન રહી જશો. અમે તમે એવા લાકડા વિશે જણાવીશું કે શા માટે આટલું મોંઘું વેચાય છે આ લાકડું. આફ્રિકન બ્લેકવુડ લાકડું પૃથ્વી પરના હાજર સૌથી મૂલ્યવાન સામગ્રીમાંથી એક વિશ્વના સૌથી મોંઘા લાકડાની વાત કરી રહ્યા છીએ તે છે આફ્રિકન બ્લેકવુડ. આફ્રિકન બ્લેકવુડ લાકડું પૃથ્વી પરના હાજર સૌથી મૂલ્યવાન સામગ્રીમાંથી એક માનવામાં આવે છે. આ દુનિયાનું સૌથી મોંઘું લાકડું પણ છે. આ દુર્લભ લાકડું મધ્ય અને દક્ષિણ આફ્રિકાની 26 દેશમાં જોવા મળે છે. આ દુર્લભ લાકડું આફ્રિકી બ્લેકવૂડની કિંમત પણ જાણી લો. આ લાકડું 8 હજાર પાઉન્ડ અર્થાત 7 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. અર્થાત તમે આ લાકડાની કિંમતમાં એક લક્ઝરી કાર ખરીદી શકો છો. અથવા તો પાર્ટનર સાથે ઈન્ટરનેશલ ટૂર પણ કરી શકો છો. આફ્રિકી બ્લેકવુડ મોંઘું હોવાનું કારણ તેની દુર્લભતા છે. આ ઝાડને તૈયાર થવામાં 60 વર્ષથી વધુનો સમય લાગે છે. અફ્રિકી બ્લેકવુડના ઝાડ સેનેગલ પૂર્વથી ઈરિટ્રિયા સુધી આફ્રિકાના સૂકા પ્રદેશોમાં અને દક્ષિણી આફ્રિકાના ઉત્તર પૂર્વી ભાગોમાં મળે છે. તેની ઊંચાઈ લગભગ 25થી 40 ફૂટ જેટલી હોય છે. આ સૂકા વિસ્તારો પર જ વધુ પ્રમાણમાં મળે છે. કારણ કે આ વૃક્ષોની સંખ્યા બહુ સિમીત છે. અને માગ બહુ વધારે છે. એટલા માટે તેની કિંમત માં પણ સતત વધારો થઈ રહ્યો છે. આફ્રિકી બ્લેકવુડનું લાકડું મોટેભાગે વાંસળી, શરણાઈ અને ગીટાર જેવા સંગીતના સાધનો બનાવવા વપરાય છે. આ ઉપરાંત આ લાકડાની મજબુતાઈને કારણે અને ટકાઉ શક્તિને પગલે ફર્નિચર પણ બનાવવામાં આવે છે. આનું ફર્નિચર બહુ મોંઘું હોય છે. જેને સામાન્ય માણસો ખરીદતા નથી. પરંતુ અમીર લોકો પોતાના ઘરને સ્ટાઈલીશ બનાવવા આ લાકડાનો ફર્નિચરમાં ઉપયોગ કરે છે. ખૂબજ મોંઘું હોવાને કારણે આફ્રિકન બ્લેકવુડના દુશ્મનો પણ ઘણાં છે. ચોર આ ઝાડને તૈયાર થયા પહેલા જ કાપી નાંખે છે. ચંદન ઝાડની જેમ સતત આડેધડ કટિંગ અને ચોરીના કારણે આ ઝાડની સંખ્યા ઘટી રહી છે. જેનાથી આ પેડ દુર્લભતાની શ્રેણીમાં આવી ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ કેન્યા, ટાન્ઝાનિયા જેવા દેશમાં આ ઝાડની ચોરી સામાન્ય છે. હવે આ દેશોમાં આફ્રિકી બ્લેકવુડ બચાવવા માટે જંગલમાં હથિયારબંધ જવાનો તૈનાત કરાયા છે.

રિપોર્ટ.. ડેવિડ પટેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM