કોવિડ-૧૯ વિજય રથનું વાંસદા તાલુકામાં આગમન કોરોના સામે સાવચેતી માટે પરંપરાંગત માધ્યમથી ગ્રામજનોને સમજ આપી

નવસારીઃગુરુવારઃ  રાજ્યમાં કોવિડ-૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લોકોમાં જનજાગૃતિ અર્થે કોવિડ વિજય રથ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નાની વઘઇ, નવતાડ, આંબાબારી, સાદડદેવી અને મહુવાસ  ગામે આગમન થતા સ્થાનિક સરપંચ સહિતના ગ્રામજનોઍ તેનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.

                કોવિડ વિજય રથ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી ખાતે આવી પહોંચેલા આ રથનું સ્વાગત ગામના સરપંચશ્રીઓ, અગ્રણી ગ્રામજનો, આરોગ્યકર્મીઓ, માહિતી વિભાગની ટીમ, તથા સંબંધિત ગ્રામીણ કર્મચારીઓઍ રથના માધ્યમથી જનચેતના જગાવી હતી. રથની સાથે પધારેલા પરંપરાગત માધ્યમથી  કલાકારોઍ કોરોના સામેનો જંગ જીતવા માટેની ગ્રામજનોને સમજ આપી હતી. રથ સાથેના કલાકારોઍ કોરોના સામેની સાવચેતી સહિત કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો પ્રચાર, પ્રસાર કર્યો હતો. રથના માધ્યમથી ગ્રામજનોને ફેસ માસ્ક સહિત જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. તેમજ માસ્ક અને સેનેટાઇઝરનો નિયમિત ઉપયોગ સાથે લોકોને અફવાઓ અને ખોટી માહિતીથી દૂર રહેવા અંગે પણ જાણકારી પુરી પાડી હતી. આ અવસરે ગામના સરપંચશ્રીઓ, ગામ અગ્રણીઓ, ગ્રામજનો સહિત આરોગ્ય વિભાગ, આંગણવાડી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM