અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા,અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ,શ્રીમાન યોગેશભાઈ ગઢવી દ્વારા જીજ્ઞાબેન શેઠ નું સન્માન સમારોહ અને “સેવાની સરવાણી માનવતાની મહેક” કાર્યક્રમ યોજાયું.આ પ્રસંગે શ્રી યોગેશભાઈ ગઢવી એ પ્રેમરત્ન પરિવાર અને જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ દ્વારા શંખેશ્વર તાલુકાના ગામોમાં અનેકવિધ પ્રવૃત્તિઓ ને બિરદાવી અને જણાવેલ કે જી હા, હું વાત કરવા માંગુ છું શંખેશ્વર ના ધાર્મિક અને સેવાભાવી કુટુંબમાં જન્મેલા સેવાવ્રતધારી,સેવાભાવી બેનશ્રી જીજ્ઞાબેન શેઠની.જેઓ આ મહામારી સામે “કોરોના વોરિયર્સ” રૂપે સમગ્ર માનવજાત ની જે ઉમદા સેવા કરી છે.જેનું હૃદય હંમેશા જરૂરિયાતમંદ ની પડખે ઉભું રહેવા ઝંખયા કરે છે,જેને હંમેશા તડપ રહે છે પરોપકાર ભાવનાની,જેના માનસમાં હંમેશા વિચારો વહ્યા કરે છે એવા જીજ્ઞાબેન એ માટે આપને સત સત નમન.જેમાં જંગમરત્ન તીર્થ પ્રેરક,પૂજય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના દિવ્યઆશીર્વાદ થી અને મુનિ નયશેખર વિજયજી મ.સા અને મુનિ શૌર્યશેખર વિજયજી મ.સા ના માર્ગદર્શન દ્વારા સ્થાપિત પ્રેમરત્ન પરિવારની સાથે મળીને બેનશ્રી જીજ્ઞાબેને સતત દોઢ મહિનો સેવા યજ્ઞ ચલાવ્યો છે.જેમાં દરોજ લોકો સુધી જમવાનું પહોંચાડવાનું પ્રભુ પ્રિય કાર્ય બેનશ્રીએ પૂજ્ય સંતોના સામીપ્યમાં અને એમના આશીર્વાદથી કર્યું છે.પોતાના અસહજ આ વિરાટ સેવાકાર્યમાં સતત આનંદિત અને સંતોષી રહેનાર બેનશ્રી જીજ્ઞાબેન કર્મયોગમાં જેટલા ઊંચા છે એટલા જ સ્વભાવે સાવ સહજ અને સદા હસમુખા છે.સેવાકીય કાર્યમાં સદાય સંમત અને તત્પર રહેનાર બેનશ્રી જીજ્ઞાબેન મને સદા આધુનિક યુગના દેવી સમાન ભાસે છે.માનવ અને રાષ્ટ્ર સેવાના આપના આ ઉમદા યોગદાન બદલ ખુબજ આનંદની લાગણી અનુભવું છું.અને શંખેશ્વર માં સતત સેવા કાર્યમાં ઉત્સાહી એવા બેનશ્રી જીજ્ઞાબેન માનવજાતની સદા સેવા કરવા માટે પ્રભુ,ગુરૂદેવ અને માતાજી આપને શક્તિ,સત્ય અને સાહસ આપે એજ મંગલ શુભ કામના પાઠવેલ.શ્રી યોગેશભાઈ ગઢવી એ જીજ્ઞાબેનને સાલ,માળા અને સન્માન પત્ર અર્પણ કરી બહુમાન કરેલ. ત્યારબાદ સ્ટેડિયમ સંઘના ટ્રસ્ટી શ્રી શૈલેશભાઈ શાહ એ પણ સન્માન પત્ર અર્પણ કરી બહુમાન કરેલ.સાથે સાથે જંગમરત્ન તીર્થ ધામના ટ્રસ્ટી અને પ્રેમરત્ન પરિવાર ના અગ્રણી શ્રી હેતલભાઈ પરીખ એ પણ સન્માન પત્ર અર્પણ કરી સન્માનિત કરેલ. અમદાવાદ ના સેનેલાઈટ ગ્રુપના ચેરમેન શ્રી સુનિલભાઈ મોદી અને ખુશ્બૂબેન મોદી એ પણ સન્માન પત્ર અર્પણ કરી સન્માનિત કરેલ.આ પ્રસંગે શૈલેશભાઈ શાહ,હેતલભાઈ પરીખ, સુનિલભાઈ મોદી,ભાસ્કરભાઈ ભોજક,જીજ્ઞાબેન શેઠ,ખુશ્બૂબેન મોદી વિગેરે ઉપસ્થિત રહેલ.




