યુવાનોને કૌશલ્યથી સક્ષમ બનાવી રોજગારીની તકો પૂરી પાડવા માટે આ સરકાર પ્રયત્નશીલ છે…….. મહિલા આયોગના ચેરમેન શ્રી લીલાબેન અંકોલિયા

રોજગાર દિવસ નિમિત્તે ગાંધીનગર જિલ્લાના ૩ હજારથી વધુ યુવાનોને નોકરીના નિમણૂંક પત્રો એનાયત કરાયા

ગાંધીનગર: શુક્રવાર:
યુવાનોને કૌશલ્યથી સક્ષમ બનાવી રોજગારીની તકો પૂરી પાડવા માટે આ સરકાર પ્રયત્નશીલ છે, તેવું આજરોજ જનસેવા કાર્યોના સેવાયજ્ઞના છઠ્ઠા દિવસે કલોલ ખાતે યોજાયેલ રોજગાર દિવસમાં ઉપસ્થિત મહિલા આયોગના અધ્યક્ષ શ્રી લીલાબેન અંકોલિયાએ જણાવ્યું હતું.
કલોલ ખાતે યોજાયેલ ગાંધીનગર જિલ્લા કક્ષાના રોજગાર દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા આયોગના ચેરમેન શ્રી લીલાબેન અંકોલિયાએ વધુમાં કહ્યું હતું કે, પ્રત્યેક યુવાનને રોજગાર મળે, તેવો ર્દઢ નિર્ધાર રાજય સરકારે કર્યો છે. સરકાર દ્વારા રાજયના તમામ તાલુકા કક્ષાએ આઇ.ટી.આઇ.નું નિર્માણ કરતા યુવાનોમાં તેના થકી સ્કીલ ડેવલોપમેન્ટ થયું છે. જેથી ગ્રામ્ય કક્ષાએ પણ યુવાનો ઇલેકટ્રીક, પલ્મબર જેવા અન્ય રેપીરીંગ કામ અને યુવતીઓ સિવણ, બ્યુટીપાર્લર જેવા કામો શીખીની સરળતાથી રોજગારી મેળવી રહી છે. તે ઉપરાંત શ્રમ રોજગાર વિભાગ હસ્તકની રોજગાર કચેરીઓ દ્વારા આર્મીમાં જવા માટેની પૂરતી તાલીમ આપવાથી યુવાનો આ દિશામાં પણ રોજગાર મેળવી રહ્યા છે. રોજગાર કચેરીઓ દ્વારા ખાનગી કંપનીઓ અને રોજગારવાંચ્છુક યુવાનો વચ્ચે સેતુ બની યુવાનોને રોજગારી આપવા માટેની ઉમદા ભૂમિકા અદા કરી છે.


તેમણે ઉમેર્યું હતું કે, રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા કોરોનાકાળમાં પણ રોજગાર વાંચ્છુક યુવાનોને રોજગારની તકો આપવા માટે ઓનલાઇન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવતું હતું. તેમજ રોજગાર સેતુ કોલ સેન્ટર થકી પણ રોજગાર – કારર્કિદીલક્ષી માહિતી રોજગારવાંચ્છુક યુવક- યુવતીઓને આપી છે.
આજથી આરંભ કરવામાં આવેલ અનુબંધમ મોબાઇલ એપ તથા પોર્ટલની માહિતી આપતાં આયોગના ચેરમેન શ્રી લીલાબેન અંકોલિયાએ કહ્યું હતું કે, આ એપ થકી નવયુવાનો પોતાના નામની નોંધણી ઓનલાઇન કરી શકશે. તેમજ ઉપલબ્ધ રોજગારની તકો શોધી શકશે. નોકરીદાતાઓ સ્કીલ અને અનસ્કીલ ધરાવતા રોજગારવાંચ્છુક યુવાનોને શોધી શકશે. રોજગારવાંચ્છુક ઉમેદવારો ખાલી જગ્યાઓ પર રોજગારી મેળવવા માટે અરજી કરી શકશે.
આ પ્રસંગે ગુજરાત રાજય મહિલા આયોગના ચેરમેન શ્રી લીલાબેન અંકોલિયા અને મહાનુભાવોના હસ્તે ૩, ૧૬૧ નવયુવાનોને સરકારી – ખાનગી નોકરી માટેના નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતો. સર્વે મહાનુભાવોએ તેમની ઉજ્જવળ કારર્કિદી માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્ય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઇ પટેલ, કલોલ નગરપાલિકા પ્રમુખ શ્રી ઉર્વશીબેન પટેલ, રોજગાર અધિકારી શ્રી વી.એસ.પાંડોર સહિત આમંત્રિત મહાનુભાવો અને રોજગારી મેળવનાર યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM