કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમીતભાઈ શાહે રૂ.૧૩.૨૮ કરોડના ખર્ચે નિર્મિત ઐતિહાસિક રૂકમાવતીપુલનું ઇ- લોકાર્પણ કર્યું
જનકલ્યાણકારી વિકાસ કામો કરવા સરકાર કટિબદ્ધ છે -ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા
માંડવી ખાતે વિકાસ દિવસ નિમિતે પુલ લોકાર્પણમાં લોકો આંનદભેર જોડાયા
ફોટોગ્રાફ :- રાજેશ સોની રિપોર્ટ:- અજય ખત્રી,કચ્છ
દરિયાઈ શહેર માંડવી ના પ્રવેશે નવા બ્રિજની માંગ છેલ્લા ઘણા વર્ષોથી હતી. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયત્નોથી માંડવીને ૧૩૭ વર્ષ બાદ નવો પુલ મળતાં સમગ્ર શહેર માટે આનંદની ઘડી હોવાનું તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
દિલ્હીથી આ નવો બ્રિજ જે 13.28 કરોડના ખર્ચે નિર્મિત થયું છે તેનો વર્ચ્યુઅલ ઉદ્ઘાટન દેશના ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે થયું હતું. સ્થાનિકે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને મહાનુભાવોના હસ્તે રિબીન કાપી રુકમાવતી નદી પરનો નવો પુલ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. વિવિધ સમાજના આગેવાનો દ્વારા વિરેન્દ્રસિંહ જાડેજા નો વિશેષ બહુમાન કરાયું હતું. સાથે જ જિલ્લા, તાલુકા અને શહેર ના મંડલો અને નગરપાલિકા દ્વારા ધારાસભ્ય નો વિશેષ વિશિષ્ટ સન્માન થયું હતું.
પ્રારંભે શાબ્દિક સ્વાગત હેતલબેન સોનેજીએ કર્યું હતું. શહેર ભાજપના પ્રમુખ દેવાંગભાઈ દવેએ ૧૩૭ વર્ષ પછી માંડવી નવા પુલની ભેટ મળતા માંડવી માટે એક ઐતિહાસિક ઘડી હોવાનું જણાવી આ અવસરે સહભાગી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
નગરપાલિકા પ્રમુખશ્રી હેતલબેન સોનેજીએ આજના દિવસને ઐતિહાસિક દિવસ ગણાવી શહેરની શોભામાં એક મોરપિચ્છ ઉમેરાયા હોવાનો ભાવ વ્યક્ત કરી માંડવી વિસ્તારના લોકોની માગણી સંતોષાઈ હોવાનું જણાવ્યું હતું. શહેર અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, હવે નગરજનોની તકલીફ દુર થઇ છે આ કામગીરી બિરદાવી તેમણે લોકોના મુખ પર આનંદની અભિવ્યક્તિ થઈ છે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ યોગ્ય સમયે રજૂઆત કરતા આજે આપણે આ કાર્યક્રમ મનાવી રહયા છીએ. આ નવા પુલના નિર્માણ ની માગણી પૂર્ણ કરવામાં આવી છે.આ કાર્યક્રમ માં પ્રાંત અધિકારીશ્રી ચૌધરી, નગર અધયક્ષા હેતલબેન સોનેજી, માર્ગ-મકાન વિભાગના આર.બી. પંચાલ, કલ્પેશ નાઈ, નિલેશ મહેશ્વરી, મામલતદાર નવીન મારુ, સુરેશ સંગાર, ચીફ ઓફિસર સાગર રાડીયા, પ્રેમજી કેરાઇ, કમલેશ ગઢવી, કિશનસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા,રાણશી ગઢવી, મહેન્દ્ર રામાણી, કિશોર પરમાર, ભરત શાહ, મિતેશ મહેતા, પચાણભાઇ સંજોટ, વિનુભાઇ થાનકી, પ્રવીણભાઈ વેલાણી, મુકેશ જોશી, પ્રણવ જોશી, સામતસિંહ સોઢા, હરેશ રંગાણી, ઉદય ઠાકર, જીજ્ઞાબેન હોદારવાલા, ઉર્મિલાબેન પીઠડીયા, મયંક શાહ, ઝવેરબેન ચાવડા, ગોવિંદગર બાવાજી, ગંગાબેન સેંઘાણી, મેહુલ શાહ, હાજી અબદુલ્લા ઓઢેજા, હનીફ જત, ધનરાજ ગઢવી, ભરતભાઈ વેદ, કેશવજી રોશિયા, વિશાલ ઠકકર, પ્રદ્યુમનસિંહ જાડેજા, રાજેશ કાનાણી, હાજી આમદ જુનેજા, એસ વી પટેલ, ચેતન ચાવડા, બલદેવસિંહ જાડેજા, નરેન્દ્ર પીઠડીયા, ભુપતસિંહ જાડેજા, જીગ્નેશ કષ્ટા, કીર્તિ ગોર, ડો.મહેશ બારડ, મયુરસિંહ જાડેજા, કનુભા જાડેજા, વરજાંગ ગઢવી, વિરમ ગઢવી, જેક્શન સંગાર, કેવલ ગઢવી, દેવાંગ સાખરા, કાદર ઉઠાર, પારસ શાહ, વિજય ગાલા, નિલેશ ઝાલા, નરેન સોની, શિલ્પાબેન નાથાણી, ગીતાબેન ગોર, ભારતીબેન વાડા, સુજાતાબેન ભાયાણી, જયેશ ભાનુશાલી, દિનેશ હિરાણી, નિમેશ દવે, દિપક સોની, હરી ગઢવી, દર્શન ગોસ્વામી, નેહાબેન ગઢવી, નાયબ મામલતદાર યુવરાજસિંહ ગોહીલ, જસુબેન હાલાઇ, ધર્મેશ જોષી, દીપક ફુફલ, કાનજી સીરોખા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વસંતબેન શાયલ અને દેવાંગભાઈ દવે કર્યું હતું.પુલને વિધિવત રીતે ખુલ્લુ મુકાયા બાદ ઊંટ, ઘોડા, બગી, સાંસ્કૃતિક વેશભૂષા સાથે સજ્જ વિવિધ મંડળો અને કળશધારી 100 બાલિકાઓ વાજતે ગાજતે પુલ ઉપરથી પસાર થતાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.









