સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાના અવસરે ૯ મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાના અવસરે ૯ મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અરૂણોદય સાર્વજનીક વિદ્યાલય, કપરાડાના માન. ધારાસભ્યશ્રી જીતુભાઇ એચ.ચૌધરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષશ્રી ગુલાબભાઈ રાઉત, કપરાડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી મોહનભાઇ ગરેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ, કપરાડા તાલુકા ઉપપ્રમુખશ્રી ગોપાળભાઈ ગાયકવાડ, કારોબારી અધ્યક્ષ શ્રીમતી ધાયાત્રીબેન, ન્યાય સમિતિ અધ્યક્ષશ્રી વિજયભાઈ રોહિત, કપરાડા ભાજપ સંગઠન પ્રમુખશ્રી રમેશભાઈ ગાંવિત, કપરાડા તાલુકા પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલા રાજયકક્ષાના ” વિશ્વ આદિવાસી દિવસ” કાર્યક્રમનું જીવંત પ્રસારણ કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરી અને મહાનુભાવોએ નિહાળ્યું હતું…બ્યુરો રિપોર્ટ-વલસાડ-સીમા ભટ્ટાચાર્ય-( વલસાડ જિલ્લા ,બ્યુરો ચીફ )

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *