રૂ.૭.૧૯ કરોડના ખર્ચે રતનાલ ખાતે નવનિર્મિત આઈટીઆઈનું લોકાર્પણ કરાયું

રિપોર્ટ:-અજય ખત્રી

અંજાર તાલુકાના રતનાલ ગામે રૂ.૭.૧૯ કરોડના ખર્ચે નવનિર્મિત આઈ.ટી.આઈનું લોકાર્પણ કરવામાં આવતા તાલુકાના તાલીમાર્થીઓ માટે આશીર્વાદ બન્યું છે. વિકાસ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ રાજીબેન શંભુભાઈ હુંબલે તેનું લોકાર્પણ કર્યું હતું. અંજાર તાલુકાના રતનાલ ગામે ૧૦,૦૦૦ ચોરસ વર્ગ મીટર જમીનમાં રૂ.૭.૧૯ કરોડના ખર્ચે નવનિર્મિત આઈટીઆઈનું સંકુલ ઉભું કરાયું છે. પાંચ કલાસરૂમ, ૭ વર્કશોપ, ૨ કોમ્પ્યુટર લેબ, કોન્ફરન્સ રૂમ, લાયબ્રેરી, ઓડીઓવિઝુઅલ રૂમ, સોલાર સીસ્ટમ, સીસીટીવી કેમેરા સહીત ની તમામ સુવિધા ઉભી કરાઈ છે. હાલમાં ૨૨૦ તાલીમાર્થીઓ કોપા, ફીટર, વાયરમેન, વેલ્ડર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, કોમ્પુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેન્ટેનન્સ, સુઈંગ ટેકનોલોજી સહિતના ટ્રેડમાં તાલીમ મેળવી રહ્યા છે. વિવિધ ટ્રેડના પાસ થયેલ તાલીમાર્થીઓ વેલસ્પન, BKT સહિતની અન્ય નામાંકિત કંપની અને સરકારી એકમોમાં નોકરી અને એપ્રેન્ટિશીપ કરી રહ્યા છે.
આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી પી.એ.જાડેજા, મામલતદાર શ્રી એસ.બી.મંડોરી રતનાલ આઈટીઆઈના આચાર્યશ્રી સી.બી.દાવડા ભુજ આઈટીઆઈ આચાર્યશ્રી એમ.આર.પુરાણી સહીતના અધિકારી તેમજ મોટી સંખ્યામાં રાજકીય હોદે્દારો અને કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM