કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ તૈયારી માટે સમીક્ષા બેઠક યોજાઇ

જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ભુજ ખાતે લાલન કોલેજના ગ્રાઉન્ડમાં યોજાશે

રિપોર્ટ:-અજય ખત્રી


ભુજ, સોમવારઃ
૧૫મી ઓગષ્ટ-૨૦૨૧ના જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ લાલન કોલેજના ગ્રાઉન્ડ ભુજ ખાતે યોજવામાં આવશે જેની પૂર્વ તૈયારી માટેની આજરોજ બેઠક કલેકટર કચેરી, ભુજ ખાતે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
આ તકે કલેકટરશ્રીએ ગ્રાઉન્ડની સફાઇ, મંડપ, સ્ટેજ, ડેકોરેશન, રોશની, સાઉન્ડ સિસ્ટમ વગેરે બાબતો અંગે જરૂરી કામગીરી કરવા માર્ગ અને મકાન વિભાગને સૂચના આપી હતી. તો પોલીસ સબંધિત કામગીરી તેમજ પરેડ નિરીક્ષણ વગેરે અંગે તૈયારીઓ માટે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રીને જણાવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીને સૂચન કર્યુ હતું. આ ઉપરાંત મંત્રીશ્રીની સ્પિચ તૈયાર કરવા માટે તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે તમામ જાહેરાત માટે ડિઝાઈન અંગે પણ માહિતી વિભાગને પૃચ્છા કરી હતી. તથા ભુજ નગરપાલિકાને શહેરની સફાઇ અંગે સૂચના આપી હતી. વધુમાં તેમણે દરેક વિભાગ પાસેથી સન્માન માટે વિશેષ પ્રદર્શન કરેલું હોય એવા વધુમાં વધુ ત્રણ વ્યકિતઓના નામ આપવા માટે જણાવ્યું હતું. આ તકે અધિક કલેકટરશ્રી કુલદીપસિંહ ઝાલા, જીલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ, ભુજ ડી.વાય.એસ.પી.શ્રી દેસાઇ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી પંચાલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી સી.આર.પ્રજાપતિ, ભુજ (ગ્રામીણ) મામલતદારશ્રી વી.એચ.બારહટ, ભુજ તાલુકા વિકાસ અધિકારીશ્રી એસ.પી.રાઠોડ, ભુજ ડી.એસ.ઓ.શ્રી આર.એમ.પરમાર, ડી.વાય.ડી.ઓ.ભુજ શ્રી એમ.આઇ.પઠાણ, સી.ડી.એમ.ઓ.શ્રી ડો.જે.એસ.ઉપાધ્યાય, સી.ડી.એચ.ઓ.શ્રી ડો.પી.એન.કન્નર, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી પાણી પુરવઠા પેટા વિભાગ ડી.જી.રામાનુજ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડો.બી.એન.પ્રજાપતિ તથા ભુજ નરગપાલિકાના હેડકલાર્ક, ભુજ હોમગાર્ડ યુનિટ તેમજ ૩૬ કવાર્ટર ભુજ એન.સી.સી.ના અધિકારીશ્રી વગેરે ઉપસ્થિત રહયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *