આત્મનિર્ભર નારી શકિત સંવાદ કાર્યક્રમ આજરોજ ડો.આંબેડકર ભવન, નવસારી ખાતે યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીઍ દેશભરની સ્વસહાય જુથોની મહિલાઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. નવસારી જિલ્લાની સ્વસહાય જુથની મહિલાઓ જિલ્લા ગ્રામ વિકાસ ઍજન્સી દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઇ આત્મનિર્ભર બની ઘરઆંગણે જ રોજગારી મેળવે તે આશય રહેલો છે. આ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાની ૪૩ સખી મંડળોને ૬.૩૯ લાખનું રિવોલ્વીંગ ફંડ અને ૦૮ ગ્રામ્યસખી મંડળોને ૫૬ લાખનું કોમ્યુનિટી ઇનવેસ્ટમેન્ટ ફંડ ફાળવવામાં આવ્યું હતું. નવસારી જિલ્લા ગ્રામ વિકાસ ઍજન્સીના નિયામકશ્રી પી.કે.હડુલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીઍ વર્ચ્યુઅલ માધ્યમથી મહિલાઓ સાથે આત્મીયસભર સંવાદ સાધીને વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. ઉપસ્થિત મહિલાઓઍ જીવંત પ્રસારણને રસપૂર્વક નિહાળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ગ્રામ વિકાસ ઍજન્સીના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.





