નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા સેવા સદન, નવસારી ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે સને ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ ના વર્ષના વિકાસકામોની સમીક્ષા કરી હતી, જેમાં પૂર્ણ થયેલા અને પ્રગતિ હેઠળના વિકાસકામોની જાણકારી મેળવી હતી. ચાલુ નાણાંકીય વર્ષ માટે મંજૂર કરાયેલા વિકાસકામો હાથ ધરતાં પહેલાં ગત વર્ષના બાકી રહેલા અને પ્રગતિ હેઠળના વિકાસકામો પણ ઝડપથી પૂર્ણ થાય તે જોવાની અમલીકરણ અધિકારીઓને તાકીદ કરીહતી.
નવસારી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી આર.સી.પટેલ તથા ગણદેવી ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલે પ્રગતિ હેઠળના તેમજ બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રજૂઆત કરી હતી.
બેઠકમાં ૧૫ ટકા વિવેકાધીન જોગવાઇ, વિવેકાધિન જાગવાઇ નગરપાલિકા, ૫ ટકા પ્રોત્સાહક જાગવાઇ, ધારાસભ્ય ફંડ, ઍ.ટી.વી.ટી, રાષ્ટ્રીય પર્વ સહિતના આયોજન મંડળ હેઠળના કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯-૨૦ માં આયોજન મંડળની વિવિધ યોજનાકીય કામો ૧૨૬૬ પૈકી ૧૨૬૪ કામો પૂર્ણ અને ૦૨ કામો પ્રગતિ હેઠળ છે. કામો, વર્ષ ૨૦૨૦-૨૧ માં ૮૭૩ કામોમાંથી ૭૯૨ કામો પૂર્ણ કરાયાં છે અને ૭૮ કામો પ્રગતિ હેઠળ છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા. સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા આયોજન અધિકારીશ્રી ડી.ઍન.પટેલે કર્યું હતું.


