
મા. કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહજી ચૌહાણ સાહેબની પાટણથી પ્રારંભ થયેલ “જન આશીર્વાદ યાત્રા” અંતર્ગત ડેર અને સિદ્ધપુર મુકામે આયોજિત જાહેરસભામાં જીઆઈડીસી ચેરમેન માનનીય શ્રી બલવંતસિંહ રાજપુતએ હાજરી આપી હતી તેમને સરકાર દ્વારા કરેલ વિવિઘ કામોની વિસ્તૃત માહિતી આપી હતી અને યાત્રામાં હાજર રહેલ જનતાનો ઉત્સાહ ભાજપ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે તેવું જણાવ્યું હતું. આ યાત્રામાં અને સભામાં શ્રી ગોરધનભાઈ ઝડફીયા, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વાસણભાઈ આહિર, શ્રી દિલીપભાઈ ઠાકોર, શ્રી ભરતસિંહ ડાભી, શ્રી ગોવિંદભાઈ પટેલ શ્રીમતી નોકાબેન પ્રજાપતિ, શ્રી દશરથજી ઠાકોર, શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, શ્રી કે.સી.પટેલ, શ્રી મયંકભાઈ નાયક, શ્રી ભાવેશભાઈ પટેલ, શ્રી મનીષભાઈ આચાર્ય, શ્રી જસુભાઇ પટેલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી મનીષભાઈ પ્રજાપતિ, શ્રીમતીકૃપાબેન આચાયઁ, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી વિનુભાઈ પ્રજાપતી, શ્રી ચીનુભાઈ બ્રહમભટ્ટ, શ્રી વિક્રમસિંહ ઠાકોર.શ્રી રણજીતસિંહ શિવમ શ્રી.પ્રહલાદભાઈ સંઘ તથા વિશેષ અગ્રણીઓ તેમજ કાર્યકર ભાઇઓ અને બહેનોની વિશેષ ઉપસ્થિતી રહી હતી.
સિદ્ધપુર ખાતે માન. કેન્દ્રીય શ્રી દેવુસિંહજી ચૌહાણ સાહેબ નું સામાજીક કાર્યકર્તાઓ, વેપારીઓ, વેપારી મંડળો, એન.જી.ઓ અને રાજકીય આગેવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું .
સિદ્ધપુર મુકામે જન આશીર્વાદ યાત્રા દરમિયાન ભારત સરકારના કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ દ્વારા જીઆઈડીસી ચેરમેન માનનીય શ્રી બલવંતસિંહ રાજપુત નું મોઢું મીઠું કરાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી




