માંડવી લોહાણા જ્ઞાતિ દ્વારા રવાડી (રથયાત્રા) નું આયોજન

તસ્વીર અને અહેવાલ : રાજેશ સોની
માંડવી

શ્રાવણ વદ નોમ ના દિવસે લોહાણા જ્ઞાતિ દ્વારા દર વર્ષે થતું રથયાત્રાનું આયોજન આ વર્ષે કોરોના મહામારી અંતર્ગત સુંદરવર ના મંદિર થી ટાવર સુધી નું કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ આયોજનને ૨૫૭ વર્ષ પુરા થયેલા છે. આજના આયોજન માટે નાસીક ઢોલ ગ્રુપ (ભુજ) ને આ ઉજવણીના ભાગરૂપે બોલાવવામાં આવ્યું હતું. રવાડી નું પૂજન અને ભગવાનની આરતી તથા પૂજાનો લાભ શૈલેષ મડિયાર સમસ્ત પરિવારે લીધો હતો. આ વર્ષે તળાવ વાળા નાકા પાસે યોજાતા મેળાને પણ કોરોના અંતર્ગત બંધ રાખવામાં આવેલ છે

.આ રવાડી યાત્રાના સફળ આયોજન માટે શૈલેષ મડિયાર, શાંતિલાલ ગણાત્રા, નરેશ જોશી, પ્રવીણ પોપટ, સુરેશ ઠક્કર, કિશોર ભીંડે, નિતીન ભીંડે, દિલીપ ઠક્કર, વિજય ગંધા, ખીમજીભાઇ સચદે, ભાવિન ગણાત્રા, રોહન મડિયાર પરાગ મીરાણી, તરુણ ટોપરાણી, જયેશ ઠક્કર, અનિલ તન્ના, કૌશિક જોશી, દિપક જોશી વગેરે જહેમત ઉઠાવી હતી .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *