૪૬૫ ને તાવ, ૯૫૧ લોકોને શરદી ૫૭૦ લોકોને ડાયાબીટીશ અને ૬૯૦ લોકોને બ્લડ પ્રેશરની સારવાર અપાઈ ૦૦૦૦૦ માંગરોળ ના ગામડે ગામડે જઈ ધન્વંતરી રથના તબિબો લોકોના આરોગ્યની રાખે છે કાળજી જૂનાગઢ,તા.૧ માંગરોળ તાલુકાના ૫૮ ગામના ૨૯૭૪૨ લોકોના આરોગ્યની તપાસણી ધન્વંતરી રથના માધ્યમથી પૂરી કરવામાં આવી છે. જે પૈકી ૪૬૫ ને તાવ ૯૫૧ લોકોને શરદી કફ, ૫૭૦ લોકોને ડાયાબીટીસ અને ૬૯૦ લોકોને બ્લડ પ્રેશરની બીમારી હોય સ્થળ ઉપર સારવાર આપવામાં આવી હતી. કોરોના મહામારીના સંક્રમણને રોકવા માંગરોળ તાલુકામાં ૫ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે. આ આરોગ્ય રથ ગામડા ખૂંદીને લોકોને ઘરબેઠા સારવાર દવા આપવા સાથે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપી રહયા છે. તેમ તાલુકા હેલ્થ ઓફીસર ડો.એન.જી.ડાભી એ જણાવ્યું હતું. માંગરોળ તાલુકાના ૫૮ ગામની ૨,૨૩,૦૦૦ થી વધુ વસ્તી છે. તેને અગાઉ એકવાર સર્વેલન્સમાં આવરી લઈ હવે ધન્વંતરિ રથ દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. જેથી કોરોનાના લક્ષણો ધરાવતા તેમજ થોડી પણ બીમારી હોય તેવા લોકોને સારવાર આપવા સાથે કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે. માંગરોળ તાલુકામાં શીલ,મેખડી,બગસરા,કંકાણા,માંગરોળ અર્બન એમ પ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ છે. પી. એચ.સી.ના મેડિકલ ઓફિસરો ઉપરાંત આયુષ તબીબો દ્વારા લોકોના આરોગ્ય જાળવવા સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલના સંજોગોમાં લોકોને શરદી, કફ કે તાવની બીમારી હોય તો ખાસ કોરોના ટેસ્ટ કરાવવા ડો.એન.જી.ડાભી એ અનુરોધ કર્યો છે. કોરોનાની કામગીરી સાથે મેલેરીયા નિયંત્રણની કાર્યવાહી તબીબો,આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.


