પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનને ‘સેવા અને સમર્પણ અભિયાન’ અંતર્ગત વિવિધ જનસેવાના કાર્યો થકી ઉજવતું ગાંધીનગર મહાનગર ભાજપા સંગઠન

આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનને ‘સેવા અને સમર્પણ અભિયાન’ અંતર્ગત વિવિધ જનસેવાના કાર્યો થકી ઉજવતું ગાંધીનગર મહાનગર ભાજપા સંગઠન

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટની આગેવાનીમાં મહાનગર ભાજપા દ્વારા ‘સેવા અને સમર્પણ અભિયાન’ અંતર્ગત ૧૭ સપ્ટેમ્બર થી ૭ ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.

SSV કેમ્પસ, સેક્ટર 3 ખાતે મેડિકલ કેમ્પ યોજાયો જેનો બહોળા પ્રમાણમાં સ્થાનિકોએ લાભ લીધો. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફિયા, પ્રદેશ અગ્રણીશ્રી અમિત ઠાકર, મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો, અગ્રણીશ્રીઓ, કાર્યકર્તાઓ, ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જીવનવૃતાંત આધારિત માહિતીસભર પ્રદર્શની મહાનગરપાલિકા ચુંટણીના પ્રદેશ ઇન્ચાર્જશ્રી અમિત ઠાકર દ્વારા સે.2, સ્વામિનારાયણ મંદિર ખાતે ખુલ્લી મુકવામાં આવી જે આગામી પાંચ દિવસ સુધી નિહાળી શકાશે. આ પ્રસંગે પી.પી.સ્વામીજી, ઋચિર ભટ્ટ, સંગઠનના હોદ્દેદારો, ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

મહાનગર ભાજપા મહિલા મોરચા દ્વારા ૧૧ સ્થળોએ મેડિકલ કેમ્પ યોજી ૪૦૦ મહિલાઓને સર્વાઈકલ કેન્સરના આગોતરા નિદાન માટેનો PAP- Smear Test વિનામુલ્યે કરી આપવામાં આવ્યા જેમાં પ્રદેશ મહિલા મોરચા ઉપાધ્યક્ષ લિપિબેન, અરુણાબેન, ચંદ્રિકાબેન, મહાનગરના અધ્યક્ષા પ્રિયાબેન અને ટિમ, કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તા બહેનોએ કાર્યક્રમને સુંદર આયોજન સાથે સફળ બનાવ્યો હતો.મહાનગરના વિવિધ વોર્ડમાં ભાજપા સંગઠન દ્વારા અનાજ કીટ તેમજ ફ્રૂટ વિતરણના કાર્યક્રમ યોજાયા.આ ઉપરાંત વિવિધ સ્થાનોએ સાંજેના સમયે ભગવાન શ્રી રામની મહાઆરતી કરવાનું આયોજન મહાનગર ભાજપા દ્વારા કરાયું છે.નીલકંઠ વિલા, પેથાપુર ખાતે સવારે મહાનગર ભાજપા દ્વારા પ્રધાનમંત્રીશ્રીના જન્મદિન નિમિત્તે તેમના આરોગ્યપ્રદ દીર્ઘાયુ માટે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM