જામનગર ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા(ITRA) દ્વારા ઔષધિય રોપાનું વિતરણ કરાયું

જામનગર સ્થિત રાષ્ટ્રની સૌપ્રથમ રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી આયુર્વેદ સંસ્થાન ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચ ઇન યોગ આયુર્વેદા (ITRA) દ્વારા તા. ૧૬-૦૯-૨૦૨૧ થી ૧૮-૦૯-૨૦૨૧ દરમિયાન ચરક ગાર્ડન, ધનવંતરી મંદિર ખાતે વિનામૂલ્યે ઔષધીય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ૧૭૪લાભાર્થીઓએ તેનો લાભ લીધો હતો અને કુલ ૫૭૫ઔષધિય રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં વાતાવરણની સીધી અસર લોકોના આરોગ્ય પર પડે છે, ત્યારે ઘરઆંગણે જ લોકોને જરૂરી ઔષધિઓ પ્રાપ્ત થઇ શકે તે શુભ આશયથી આ ઔષધીય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમ સંસ્થાના ડાયરેક્ટર વૈદ્ય શ્રી અનુપ ઠાકર દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ છે. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *