જામનગર દ્વારા નેહરુ યુવા કેન્દ્ર દ્વારા લાલપુર તાલુકામાં ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન ૨.૦ યોજાઇ

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-જામનગર દ્વારા મોડપર સરકારી હાઇસ્કૂલમાં આઝાદીના અમૃત મહોત્સવનાઅંતર્ગત ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડપર સરકારી હાઇસ્કૂલના આચાર્યશ્રી સંતોષકુમારની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ કરી યુવાઓમાં રાષ્ટ્ર ભાવના જાગૃત થાય તે માટે આઝાદીમાં યુવાઓના પ્રદાન વિશે માહિતી આપવામાં આવી હતી. અંદાજે ૮૦ યુવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજનનેહરુ યુવા કેન્દ્ર જામનગર જિલ્લાના યુવા અધિકારી શ્રી શિખર રસ્તોગીના માર્ગદર્શનમાં લાલપુર તાલુકાના રાષ્ટ્રીય સ્વયંસેવક રાઠોડ કિશન દ્વારા કરવામાં આવેલ હતું તેમ જિલ્લા યુવા અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *