
પ્રદિપભાઇ ખીમાણી
સમગ્ર વિશ્વને અહિંસા બળમાં રહેલી અમોધ શક્તિના દર્શન કરાવનાર યુગ પુરુષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. કેટલીક વિશ્વવધ, વિચક્ષણને વિરલ વિભૂતિઓના પગલા આધરતી પર એવા પડે છે કે તેને સમયરૂપી સમુદ્ર પણ ભૂસી શકતો નથી. ભારતની પ્રજા જેમને ‘યુગપુરુષ’,‘રાષ્ટ્રપિતા’,‘સાબરમતીનાસંત’,‘મહાન ફરિસ્તા’ તરીકે ઓળખે છે તે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે વિશ્વને ભારત તરફથી અપાયેલી ‘વિશ્વમાનવ’ ની મહાનભેટ!તેમને જન્મ આપીને તેમના ધર્મપરાયણ માતાપૂતળીબાઈ જનહીં, પરંતુ સ્વયં ભારત મા ધન્ય બની ગઈ છે! તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદરના દીવાન પદે હતા. મુઠ્ઠી હાડકા ના આ માનવીમાં એવી તો કઈ દૈવીશક્તિ હતી કે જેમના ‘સત્ય–અહિંસા’ નાશસ્ત્રો અનેશાત – અહિંસક સત્યાગ્રહો આગળ બ્રિટિશ સરકારના તમામ શસ્ત્રો બુટ્ઠા થઈ ગયા! એમના ચારિત્ર્ય ને પ્રતિભાથી પ્રભાવિત અનેક માનવ- વિભૂતિઓ તેમના વિશાળ પરિવાર માં ‘રત્ન’ સમી બનીગઈ! તેમણે વકીલાતની કમાણી છોડી દઈ ભારતની આઝાદીનું સબળ નેતૃત્વ લીધું.

દક્ષિણ આફ્રિકા માં રંગભેદ ની નીતિ સામે સત્યાગ્રહ આદર્યો. ત્યાંના લોકોને થતો અન્યાય દૂર કર્યો. સ્ત્રીશિક્ષણ, અસ્પૃશ્યતા નિવારણ, નિરક્ષરતા નિવારણ, કુરિવાજો, દારૂબંધી, ગ્રામોદ્વાર ,દલિતોદ્વાર, સ્ત્રીસ્વાતંત્ર્ય જેવા એ સમયના અનેક પ્રશ્નો સામે ભારે લડત ઉપાડી. જીવન જીવવાની એક નવી જ વ્યવહારુ રીત તેમણે આચરી બતાવી. બાપુએ સમગ્ર વિશ્વનું ધ્યાન દોર્યુ પોતાના અસાધારણ કાર્યોથી. ૧૯૧૭ માં તેમણે ચંપારણ સત્યા ગ્રહ કર્યો. ૧૯૨૨ માં તેમણે અસહકાર આંદોલન ચલાવ્યું અને ગિરફતાર થયા. ૧૯૩૦ માં સવિનય કાનૂન ભંગ કર્યો અને દાંડી સામે પહોંચવા ૧૨ મી માર્ચે સાબરમતી આશ્રમેથી દાંડીકૂચ આરંભકરી. ૫મી એપ્રિલે દાંડી ગામે પહોંચી, છઠ્ઠી એપ્રિલે સવારે દરિયાકિનારે જઈ ચપટી મીઠું ઉપાડીને “નમક કા કાનુન તોડ દિયા” કહી અંગ્રેજ સરકારની ઇમારતને લૂણો લગાડ્યો. ૧૯૪૨ માં હિંદછોડો ચળવળ જગાડી. આ અને આવા અનેક અસાધારણ કાર્યો બાપુએ જનકલ્યાર્થે કર્યા. ગાંધીબાપુ નું જીવનતોએ કયજ્ઞસમ હતું. પોરબંદરમાં જન્મેલા ગાંધીજીના બાળપણને પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં, માધ્ય.શિક્ષણ રાજકોટમાં અને ઉચ્ચશિક્ષણ ભાવનગર માં વીત્યું. વિદ્યાર્થી અવસ્થામાં નાની વયે થોડા બીકણ, સામાન્ય જુવાનીમાં અજાણપણે થઈ ગયેલી કેટલીક સહજ ભૂલો છતાં ભૂલોની જાહેરમાં કબૂલા તકરી તેને સુધારવા મથતા આમ હામાન વેપોતાના જીવનની સોનેરી-પ્રેરક સંદેશ ની બાયોગ્રાફી ‘સત્યનાપ્રયોગ અથવા આત્મકથા’ નામે પ્રસિદ્ધ કરી. આજે વિશ્વનું આ અમૂલ્ય નજરાણું વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદિત થઈ લાખો આવૃત્તિઓ ધરાવે છે. આ પુસ્તક દરેક બાળક અને શિક્ષક- વાલીઓએઅચૂકવાંચવું જોઈએ. તેમનું વ્યક્તિત્વ ડાયનેમિક, અત્યંત ગતિશીલ, નિર્મોહી ને નિર્મળ હતું. સ્વભાવે નીડર નેસ્પષ્ટવકતા ગાંધીજીની ત્રણેક વિશિષ્ટતાઓ સૌના દિલમાં વસી જાય એવી છે. એક, તેમના શુદ્ધ-પવિત્ર વિચારો અને આચારમાં અદભુત એકતા હતી. બે પોતે જેવા હતા તેવાજ સમાજ આગળ પ્રગટ થઈ જવાની પારદર્શિતા તેમનામાં જોવા મળે છે અને ત્રણ ભારત ની ગુલામ પ્રજાને આઝાદ કરવા શાતસત્યાગ્રહો, અહિંસક કાર્યક્રમોને આમરણા અનશનોથી રચાયેલી તેમની જીવન જીવવાની શૈલી ક્રાંતિકારી હતી.વળી, પોતાના સિદ્ધાંતોને શ્રમભેર જીવનમાંઉતારી- અપનાવી કસ્તુરબા માં જગાડી અને પતિવ્રતા – રાષ્ટ્રમાતા કસ્તુરબા પણ તેમની પડખે રહ્યા એ એમના જીવનની મોટી સફળતા ગણાય. ખુલ્લા મનના સત્યશોધક ને છાજે એવી નમ્રતા સાથે વિનોદવૃત્તિ પણ તેમના સ્વભાવ માં જોવા મળે છે. તેમનું જીવન સાદગી, સંયમ, ચોકસાઈ, ચીવટ, સ્વચ્છતા, નિયમિતતાથી ઓપતું હતું. બાપુ જાતમહેનત માં જમાનતા અને કહેતા, “જાત મહેનત સિવાય નોરોટ લોખાવાનો કોઈને અધિકાર નથી.” તેઓ સમય પાલનના ચુસ્ત આગ્રહી હતા. પોતાના સમયપત્રક માં તેઓ ક્યારેય ફેરફાર કરતા ન હતા ને કોઈનેય એમ કરવા દેતા ન હતા. નાનપણમાં કસરત પ્રત્યે તેઓને અણગ મોહતો પરંતુ જીવન ભરતે ઓનિયમિત પણે સવાર-સાંજ ચાલવા તો જતાં જ. નિયમિત રીતે રેંટિયોકાતતા. બાળકો તેમને ખૂબ પ્રિય હતા. ‘મારું જીવન એજ મારો સંદેશ છે’ એવું કહી શકનારા ગાંધીબાપુએ સાબરમતી અને વર્ધામાં આશ્રમોસ્થાપી દેશસેવકો તૈયારકર્યા,ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને તેમજ ભાવનાઓને પુનર્જીવિત કર્યા.

તેઓ સ્વદેશી ચીજોના ભારે હિમાયતી હતા. તેમણે અનેક વાર જેલવાસ વેઠયો, આમરણાંત ઉપવાસકર્યા, ગરીબોની હાલત નિહાળી પોતાના દેહપર વણેલું ખાદીનું માત્ર એક કાપડજ આજીવન ધારણ કર્યું. ખાદી,ચરખા દ્વારા સ્વાવલંબી થવાનો સંદેશ આપ્યો. તેઓ જીવન નાં ડગલેને પગલે જે કાંઈ માનતા તેને જ આચરણમાં ઉતારતા અને બીજાઓ પ્રત્યે હંમેશા ઉદારતા બતાવતા. તેમણે ‘હરિજનબંધુ’, ‘યંગ ઇન્ડિયા’, ‘લોકજીવન’ જેવા સામયિકો દ્વારા પ્રજાને જાગૃત કરી પ્રેરણાદાયી સંદેશ મુક્યો. સાહિત્યકાર તરીકે તેમણે પોતાની આગવી મુદ્રા માતૃભાષા ગુજરાતી સાહિત્યમાં ઉપસાવી. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત‘ સાથ જોડણીકોશ’ એ ગુજરાતી ભાષાને તેમનું મહત્વનું પ્રદાન છે.સરસ્વતી સ્કૂલના સંચાલકો શ્રીપ્રદિપભાઇ ખીમાણી, શ્રીજગદીશભાઈ ખીમાણી, શ્રીનરેશભાઈ ખીમાણી, શ્રી રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણી એવધુમાંજણાવ્યુંછે કે તેઓ ૧૮૬૯ ના ઓક્ટોબર માસની બીજી તારીખે અવતરણ પામેલા સ્વાતંત્ર્ય સંગ્રામના ‘સપૂત’ ગાંધીજીનેતા. 30 જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે નથુરામગોડસેએ દિલ્હીની પ્રાર્થના સભાના પવિત્ર વાતાવરણમાં ગોળીઓથી વિંધી નાખ્યા…..!‘હેરામ!’ બોલી તેઓત્યાં જ ઢળી પડ્યા, મરીને અમર થઈ ગયા. જ્યાં સુધી આભ અને અવની માં સૂર્ય, ચંદ્ર અને સિતારાઓ ઝગમગતા રહેશેત્યાં સુધી ‘બાપુ’ નું નામ રોશન રહેશે. તેઓ વ્યક્તિ નહીં વિભૂતિ હતા, પુરુષ નહીં પરમહંસ હતા, માનવ નહીં માનવેન્દ્ર હતા. જીવન એ તેમની મહત્તાનું કાવ્ય હતું, મૃત્યુએ તેમની મહત્તાનું મહાકાવ્ય બન્યું. સમગ્ર વિશ્વને એમણે સત્ય, અહિંસા ,ન્યાય અને વિશ્વ પ્રેમનો રાહબ તાવ્યો. એમના કાર્યો આપણ ને હંમેશા પ્રેરણા આપતા રહેશે. તેઓ ભારતના માત્ર રાષ્ટ્રપિતા ન હોતા, પરંતુ ભારત જેવા મહાન લોકશાહી દેશની એક સાંસ્કૃતિક ઘટના હતા. તેમના માં કૃષ્ણ, બુદ્ધ, ઇસુ અને મહાવીર નો સમન્વય થયો હતો. આમ, તેઓ સત્યના સાધક, અહિંસાના ઉપાસક અને કરુણાના કર્મયોગી હતા. આજે ગાંધીજી આપણી વચ્ચે નથી, પરંતુ આપણે ત્યાં ગાંધીજયંતી આજે પણ ઉજવાય છે. કામદારો રેંટિયા બારસનો દિવસ ‘ગાંધીજન્મદિન’ તરીકે મનાવે છે. ઉજવણી એટલે આજે તો રજા. બધા કામકાજ ઠપ. મહાપુરુષોના બાવલાને હારતોરા પહેરવાય કે પછી તેમની આરતીઓ ઉતારવાથી ઉજવણી પતી જતી નથી તેમજ દિલ્હીમાં રાજઘાટ પર જઈ ફૂલો ચઢાવી ટીવી પર તેના કાર્યક્રમોના પ્રસારણ માત્ર થી સંતોષ ના મનાય. ગાંધીજી આજે જીવતા હોત તો કહેતા કે ભાઈઓ, આટલા ફૂલોના ભારનીચેહું કદીદબાયો નથી. રજાશામાટે?‘રાજઘાટ પર’ના મુક્તકમા કવિ હસમુખ પાઠકે ગાયુ છે કે–“આટલા ફૂલોની ચેને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો નથી.” કર્મ પરત્વે જાગૃત ગાંધીજી સતત મુશ્કેલીઓ વચ્ચેપણ જનહિત ના કાર્યો કરતા રહેતા હતા.

કવિ ઉમા શંકરજોશીએ પણ‘ગાંધી જયંતી દિન’નોમહિમા ગાતાકહ્યુંછેકે “માર્ગમાં કટક પડ્યા સૌને ન ડયા, બાજુ મૂક્યા ઊંચકી તેદી નક્કી જન્મ ગાંધી બાપુનો, સત્યના અમોઘ મોંઘા જાદુનો.”
ગાંધીજયંતી ની ઉજવણીમાં ગાંધીજી ના આદર્શોને સિદ્ધાંતો નો કોઈ પણ રીતે ભંગના થાય તેની કાળજી લઇ ગાંધી જયંતિ એ બમણું કામ કરો, દુઃખીઓના દુઃખ સાંભળી તેને હળવા કરો, અન્યાય નો પ્રતિકારકરો, ગામો-શેરી-પોળો-સેક્ટરો, નગરો સ્વચ્છ રાખો, ભૂખ્યા- શોષિત પીડિતોના આંસુ લૂછો, સાચુ બોલો, અબોલા તોડો, હળી મળીને પ્રેમથી જીવો, ગાંધીજી એ ચીંધેલમાર્ગે ચાલો,બાપુના જીવનમાંથી પ્રેરણા લો તોજ આ દિન ની ઉજવણી સાર્થક થઇ ગણાશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ પણ પોતાના અનેક નિર્ણયો મહાત્મા ગાંધીજી ના જીવનમાં થી પ્રેરણા લઈને કર્યા છે. પૂજ્ય બાપુને વંદન

